બાબરા તાલુકાના વધુ ૫ ગામોની મુલાકાત કરી લોકડાઉન અંગે માહિતી મેળવતી તાલુકા ન્યુઝ ટીમ…

બાબરા,

પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ

બાબરા તાલુકાના છેવાડાના ગામોમાં લોકડાઉનનો ઉલંઘન થતો હોવાની ભિતી…, પોલિસ પેટ્રોલિંગ વધારવાની ખુબજ જરૂર..

લોકડાઉન દરમ્યાન બાબરા તાલુકાના સેવાડાના ગામો સહિત તમામ ગ્રામ્ય વિસ્તારોમાં બાબરા ન્યુઝ ટીમના રાહુલ ડી. પરમાર, હિરેનભાઈ ચૌહાણ, હરેશભાઈ પરમાર, આદિલખાન પઠાણ અને હાર્દિકભાઈ તળાવીયા દ્વારા સતત કવરેજ કરવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનનું કેવું પાલન થય રહ્યું છે.

ગ્રામ્ય વિસ્તારોના સરપંચો પાસેથી મેળવવામાં આવી રહી છે. અને સાથે ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનનું પાલન થતું ના હોય તે ગામોના સરપંચોને ધ્યાન દોરી લોકડાઉનનું અમલ કરાવવા જણાવવા માં આવે છે. ત્યારે આજ રોજ અમારી ટીમ બાબરા તાલુકાના વધુ ૫ ગામોની મુલાકાત કરી હતી જેમા કોટડાપીઠા, ખાનપર, કલોરાણા, વાવડા, અને રાયપર ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ ગામોના સરપંચો, ઉપ સરપંચો સહિત આગેવાનો સાથે વાતચીત કરી લોકડાઉનનું ગામમાં કેવું પાલન થાય છે. તેની માહિતી લેવામાં આવી હતી. આમ તો આ તમામ ગામોમાં લોકડાઉનને લઈને ગ્રામ પંચાયત દ્વારા તમામ તકેદારી માટે યોગ્ય પગલા લેવામાં આવ્યા છે. તેમજ સરપંચો દ્વારા તમામ ગામોમાં કોરોના મુક્ત દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. પણ હજુ અમુક ગામોમાં લોકો દ્વારા લોકડાઉનનું પાલન કરવામાં નથી આવતું તેવું જોવા મળ્યું હતું. સરપંચો દ્વારા અનેક વખત સમજાવવામા આવે છે કે ઘરમા રહો પણ ગામના લોકો હજું પણ સમજી રહ્યા નથી. ત્યારે અમારી ટીમ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરતા કરતા વાવડા ગામે પોસી ત્યારે જાણવા મળ્યું કે વાવડા ગામે લોકો લોકડાઉનનું પાલન કરતા નથી જાહેર ચોકોમાં ટોળા વળી બેસે છે. તેમજ સરપંચ દ્વારા અનેક વાર અપીલ કરવામાં આવેલ છે કે કામ વગર ઘરની બહારના નિકળો પણ ગ્રામજનો સરપંચશ્રીની વાત માનતા નથી અને આ બાબતે જ્યારે અમારી ટીમ દ્વારા વાવડા ગામના સરપંચ સાથે વાત કરી ત્યારે સરપંચશ્રી દ્વારા જણાવેલ છે કે, હાલ લોકડાઉન છે અને અમારા ગામમાં લોકડાઉનના પગલે કોરોના વાયરસ માટે કોરોના મુક્ત દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. આ સહિતના તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. હજુ પણ ગામમાં અમુક લોકો લોકડાઉનનું પાલન કરી રહ્યા નથી. અને વધુમાં સરપંચે ઉલ્લેખ કરેલ છે કે, પોલિસ દ્વારા પણ અમારા ગામમાં પેટ્રોલિંગ કરવામાં નથી આવતું પાસ-સાત દિવસે એક વાર પોલિસ પેટ્રોલિંગમાં આવે છે. માટે ગામ લોકોમાં ડર નથી અંતમાં સરપંચશ્રીએ પોલિસ તંત્રને અપીલ કરેલ છે કે, વાવડા ગામે પેટ્રોલિંગ વધારવામાં આવે જેથી લોકડાઉનનું જે લોકો પાલન નથી કરતા તે પાલન કરવા લાગે. ત્યારે આજે અમારી ટીમ બાબરાના ૫ ગામોની મુલાકાત કરી લોકડાઉનની તમામ માહીતી મેળવી હતી. મોટાભાગના ગામોમાં લોકડાઉનનું સારૂ પાલન થય રહ્યું છે તેમજ આ તમામ ગામોમાં સરપંચો દ્વારા ગામની તમામ તકેદારી રાખવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here