શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત ધીએમ. જી.એસ હાઇસ્કુલ અને સી.બી. ગર્લ્સ હાઇસ્કુલ નો વાર્ષિકોત્સવ સંપન્ન

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત એમ જી એસ હાઇસ્કુલ ખાતે ખાતે એમજીએસ અને સી બી ગર્લ્સ હાઇસ્કુલ નાં વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત જીલ્લા શિક્ષણાધિકારી જે એમ પટેલ, અને અતિથી વિશેષ ડો પ્રકાશ ઠક્કર તથા શિક્ષણ નિરીક્ષક જે કે પરમાર મંચસ્થ મહાનુભાવો માં , કેળવણી પ્રચારક મંડળના નાં પ્રમુખ પ્રકાશ ગાંધી ,મંત્રી ડો વિમલ ગાંધી , ઉપ પ્રમુખ યોગેશભાઈ મહેતા, ટ્રેઝરર મનોજ પરીખ, ટ્રસ્ટી વીરેન્દ્ર મહેતા, જયંત મહેતા, કૃષ્ણકાંત શાહ અને હોદ્દેદારો એ હાજરી આપી હતી . સુપરવાઈઝર વી એ ચૌહાણ અને સી. બી ગર્લ્સ હાઇસ્કુલ નાં ઈ.આચાર્ય એન પી પટેલ તથા અન્ય શિક્ષકોએ કાર્યક્ર્મ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.શબ્દો થી સ્વાગત એમ જી એસ હાઇસ્કુલ નાં આચાર્ય ડો કે પી પટેલ દ્વારા કરાયું. બન્ને શાળાના બાળકો અને વાલીઓ તથા આમંત્રિત મહેમાનો ઉપરાંત બન્ને શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા. મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી સમારોહ ખુલ્લો મૂક્યો વિશેષ આમંત્રિતને શબ્દોથી આવકારી પુષ્પગુ્છથી સન્માનવામાં આવ્યા હતાં. જીલ્લા શિક્ષણાધિકારી દ્વરા પોતાના સંબોધનમાં કહ્યું કે કાલોલ તાલુકા અને જીલ્લા માં બન્ને શાળાનું મોટું નામ છે વાર્ષિક ઉત્સવ માં વાલીઓને પોતાના બાળકોની સુષુપ્ત શક્તિઓ નો પરિચય થાય છે. આ ઉપરાંત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનારી ધો. 10 અને ધ. 12 ની પરીક્ષાઓ માટે ની શુભેચ્છાઓ પાઠવી સાથે સાથેના મંચસ્થ મહાનુભાવોના પ્રાસંગિક અને પ્રેરક ઉદ્દબોધનો બાદ ઉપરોક્ત બંને શાળાના વિદ્યાર્થીઓ – વિદ્યાર્થિનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રેરણાત્મક સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમને ઉપસ્થિત સૌ કોઈએ ઉત્સાહભેર માણ્યો હતો. શાળાના વાર્ષિકોત્સવના આ કાર્યક્રમ . કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વયો નિવૃત્ત શિક્ષકો ભૂતકાળના શાળા સાથેના સ્મરણો વાગોળ્યા હતા. કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજન બંને શાળાના શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યું હતું. એમ જી એસ હાઇસ્કુલ ખાતે નવિન સ્લાઇડિંગ ગેટ નું ઉદ્ઘાટન જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here