જામકંડોરણા એકસોને પાંસઠ દીકરીઓને કન્યાદાન કરતા ધારાસભ્ય જયેશ રાદડિયા

ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-

જામકંડોરણા ખાતે યોજાયેલ ભવ્યથી ભવ્ય લાગણીના વાવેતર શાહી સમુહ લગ્ન ઉત્સવ માં હાજરી આપતા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સાહેબ પાટીલ સાહેબનું હેલીપેડ ખાતે સ્વાગત કરતા લલીતભાઈ રાદડિયા જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ ઉપપ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખ ઉદ્યોગ અગ્રણી સંદીપભાઈ સાવલિયા દૂધ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા ભરતભાઈ બોઘરા વગેરે રાજકીય આગેવાનોએ તેમજ સંસ્થાના આગેવાનોએ પુષ્પગુશ આપીને સન્માનિત કર્યા હતા ત્યારબાદ સીઆર પાટીલ સાહેબે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાને ફુલહાર કર્યા હતા ત્યારબાદ શાહી સમુહ લગ્નના ભવ્ય આયોજનને વિન્ટેજ કારમાં બેસીને નિહાળ્યો હતો સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જોઈને પાટીલ સાહેબ પણ ખુશ થઈ ગયા હતા ને જયેશ રાદડિયા ના વખાણ કર્યા હતા કે તમે તો બહુ સારા અને ભવ્ય આયોજન કરો છો સાથે જયેશભાઈ રાદડિયા એ પણ જણાવ્યું હતું કે 4,000 થી વધુ ભાઈઓ તેમજ 500 થી વધુ બહેનો સ્વયંસેવકો લગ્નની તમામ કામગીરી સંભાળી રહ્યા છે.

શાહી વરઘોડો નીકળ્યો વરઘોડામાં વરરાજાઓ માટે વિન્ટેજ કાર ખોલી જીપો ઘોડાઓ બગીઓ ડીજે નાસિકના પ્રખ્યાત ઢોલ લેઉવા પટેલ કન્યા છાત્રાલય થી લગ્નમંડપ સુધી બે કિલોમીટરનો વરઘોડો નીકળો જયેશભાઈ રાદડિયા તેમજ દાતાઓ ઘોડે પર થયા સવાર જયેશભાઈ રાદડિયા દ્વારા તમામ દાતાઓનું સાલ ઓઢાળી મોમેન્ટો આપીને સન્માનિત કર્યા હતા જયેશભાઈ રાદડિયા દ્વારા તમામ દાતાશ્રીઓનો સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારબાદ મંડપ પર જઈને દરેક દીકરીઓને કન્યાદાન ની વસ્તુઓ આપી હતી. વરઘોળીયા ઓને રૂબરૂ જઈને ભાવપૂર્વક ભોજન કરાવ્યું હતું દરેક વરઘોડિયા આવે જયેશભાઈનો આભાર કરતાં કહ્યું હતું કે આવડું મોટું આયોજન તેમજ અમારી આટલી બધી કાળજી તમે રાખી રહ્યા છો આટલી કાળજી તો કદાચ અમારી ઘરે લગ્ન હોત તો અમે આટલા બધા મહેમાનોની શાળ સંભાળ જે તમે રાખી રહ્યા છો તેટલી અમે પણ ન રાખી શકી ત્યારબાદ જયેશભાઈ રાદડિયાના આશીર્વાદ લઇ ને આભાર વ્યક્ત કર્યો હતો રાદડિયા પરિવારે તમામ દીકરીઓને હોશે હોશે વિદાય આપી હતી.

દોઢ લાખથી વધુ લોકોએ ગરમ ભોજન લીધું હતું

બે કિલોમીટર સુધીની રોશની થી જગમગી ઉઠ્યું હતું. લગ્નમાં આવેલા તમામ લોકો જયેશભાઈ રાદડિયાના આયોજનને જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા.

જયેશભાઈ રાદડિયાએ કરી સૌથી મોટી જાહેરાત

આવતા વર્ષે ફરી થશે ભવ્યથી ભવ્ય આઠમાં શાહી સમૂહ લગ્ન તેમાં 300 થી વધુ દીકરીઓને કન્યાદાન કરવામાં આવશે બે થી ત્રણ મહિના અગાઉ લગ્ન નોંધણીની જાહેરાત પણ કરવામાં આવશે આટલી વાત સાંભળતા જ દાતાશ્રીઓએ આવતા આઠમાં શાહી સમુહ લગ્ન માટે ફરી દાન નો વરસાદ વરસાવ્યો હતો દાતાઓએ પણ દિલ ખોલીને દાનમાં લખાવ્યું બે મિનિટમાં બે કરોડથી વધુનુ દાન થયું એકત્રિત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here