શહેરા શિક્ષણ વિભાગ દ્વારા ૨૬ નવેમ્બર ભારતીય બંધારણ દિવસની ઉજવણી વિવિધ સ્પર્ધાઓ સાથે કરવામાં આવી

ઇમરાન પઠાણ, શહેરા

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનોદ પટેલ અને બી.આર.સી.કૉ.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારના માર્ગદર્શન હેઠળ શહેરા તાલુકાના ૧૮૩૬ શિક્ષકો પોતાના કાર્યક્ષેત્રમાં આવેલ ગામ, ફળિયા અને ઘેર ઘેર જઈ બાળકો, વાલીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, સ્થાનિક સત્તામંડળ અને જાગૃત નાગરિકો સાથે કોવિડ – ૧૯ ની ગાઈડલાઈન મુજબ ઉપસ્થિત રહી ડૉ.ભીમરાવ આંબેડકર રચિત ભારત દેશના બંધારણની ઉજવણી અંતર્ગત દેશના પ્રધાનમંત્રી દ્વારા ૧૧ : ૦૦ કલાકે કરવામાં આવેલ આમુખનું વાંચન કાર્યક્રમમાં સહભાગી થઈ તમામ શિક્ષકો પોતે પણ ભારતનું બંધારણના આમુખનું વાંચન કરીને બંધારણના મૂલ્યો અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે પ્રસ્થાપિત કરવાનો અને તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું આત્મસન્માનની જાળવણી અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની ખાત્રી આપતી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં ૨૬ નવેમ્બર ૧૯૪૯ ના રોજ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ વગેરે મૂલ્યોનું જતન થાય તે માટે આ ઉજવણી કરવામાં આવેલ છે. સમગ્ર શિક્ષા અભિયાન શહેરાના આયોજન હેઠળ ભારતનું બંધારણને વધુ લોકો સુધી પહોંચાડવા શહેરા તાલુકાના બાળકોએ ચિત્ર, રંગોળી, નિબંધ, વકૃત્વ અને અનેક વિવિધ સ્પર્ધાઓમાં ૨૬૧૧ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શહેરા શિક્ષણ વિભાગનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ અણીયાદ ક્લસ્ટરની ગુવાલીયા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યો હતો. જેમાં બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરાએ ડૉ.ભીમરાવ આંબેડકર રચિત ભારતનું બંધારણ સંદર્ભે અણીયાદ અને નરસાણા ક્લસ્ટરના પ્રજ્ઞા શિક્ષકો, વિજયભાઈ પટેલ, જયપાલસિંહ બારીઆ, કલ્પેશભાઈ પટેલ, નટવરસિંહ ચૌહાણ, નરેન્દ્રભાઈ બારીઆ, ભવાનસિંહ, દૌલતસિંહ વગેરે માર્ગદર્શન આપી સૌને ઉજવણીમાં ઉત્સાહભેર જોડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here