શહેરા શિક્ષણ પરિવાર દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકાના 22 ક્લસ્ટરની 307 શાળાઓમાં આજ રોજ શ્રીનિવાસન રામાનુજનની જન્મ જ્યંતીની ભાગરૂપે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી ઉત્સાહ પૂર્વક કરવામાં આવી હતી. ગણિત-વિજ્ઞાન વિષય શિક્ષકો તેમજ ગણિત વિષયમાં રસ છે તેવા તમામ શિક્ષકો આજના દિવસે આ ઉજવણીમાં જોડાઈને વિદ્યાર્થીઓને ગણિતનું મહત્વ, તેના ફાયદા અને તેનો નિયમિત ઉપયોગ કરવાથી સફળતાના સોપાનો સર કરવા સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બી.આર.સી.કૉ.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમાર કન્યા પ્રા.શાળા શહેરા ખાતે સંજયભાઈ પટેલ આયોજિત રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણીમાં જોડાયા હતા. તેમના જણાવ્યા પ્રમાણે શ્રીનિવાસ રામાનુજને 12 વર્ષની ઉંમરમાં ત્રિકોણમિતિમાં મહારત હાંસલ કરી હતી. 6000 જેટલા પ્રમેયો તૈયાર કર્યા હતા. તેમનું ખ્યાતિ ન્યુટન જેટલી વિશ્વ વિખ્યાત જોવા મળે છે. જેમની આત્મકથા ધ મેનું હું ન્યુ ઈન્ફિનિટી ઈ.સ.1991 પ્રસિદ્ધ થઈ ત્યારબાદ 2015 માં The Man Who Know Infinity ફિલ્મ વિશે માર્ગદર્શન આપ્યું હતું. શાળાઓમાં Online ગણિત કવિઝ, લેખન, ચિત્ર સ્પર્ધા અને અન્ય પ્રકારે ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણીનું આયોજન કરવા બદલ આયોજન કરનાર શિક્ષકો, આચાર્યો, સી.આર.સી.કો.ઓર્ડીનેટરો, સમગ્ર શિક્ષા પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ શ્રી નિવાસન રામાનુજનની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી દરમિયાન કોવિડ – 19 તેમજ શિક્ષણ વિભાગ SOP ની ગાઈડલાઈન સંપૂર્ણપણે અનુસરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here