સિદ્ધપુરમાં ઘડિયાળ રીપેરિંગ કરાવવા ગયેલ સત્તર વર્ષીય સગીર ગુમ !

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

તાલુકામાંથી છેલ્લા એકાદ માસમાં ત્રણ સગીરા ઓ તેમજ એક સગીર ગુમ થયાની ઘટના ઘટતા સમાજ માટે ચિંતા અને ચિંતનનો વિષય…

સિદ્ધપુર પંથકમાં સગીર તથા સગીરાઓ ગુમ થવાના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા હોય તેવું પ્રતિત થઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે સિદ્ધપુર તાલુકામાંથી છેલ્લા એકાદ માસમાં ત્રણ સગીરાઓ અને એક સગીર ગુમ થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવા પામી છે.જે સમાજ માટે લાલ બત્તી સમાન સહિત ચિંતા તેમજ ચિતનનો વિષય બની જવા પામ્યો છે.
સિદ્ધપુર શહેરના નવાવાસ સિદ્ધાર્થનગરમાં રહેતા હિતેશભાઈ ડાહ્યા લાલ મકવાણા,ઉ.વ.૪૨ નો સૌથી મોટો પુત્ર રોહન ઉ.વ.આશરે ૧૭ કે જે પાટણ પાયોનિયર સ્કૂલ ઓફ સાયન્સમાં ધો.૧૨ માં અભ્યાસ કરે છે તે ગત ૨૬મી ના રોજ સવારે પોણા બાર થી બાર વાગ્યા ના અરસામાં તેના નાના ભાઈ તેજસને ઘડિયાળ રીપેરીંગ કરવાનું કહી ઘરેથી નીકળ્યો હતો.જે ઘરે પરત ના ફરતા બાદમાં આ અંગે હિતેશભાઈના માતા કાંતાબેને તેમને ફોન કરી જાણ કરી હતી કે રોહન બાર વાગ્યાનો ઘરેથી ગયેલ છે. આથી તેઓ તાબડતોડ નોકરી ઉપરથી ઘરે તેમના કુટુંબના સભ્યો, ભાઈઓ અને તેમની પત્નીએ સિદ્ધપુર બજારમાં,તેમના મહોલ્લામાં તપાસ કરી હતી તેમજ તેમના સંબંધી ઓને ફોન કરી પૂછપરછ કરી હતી પણ રોહનની ક્યાંય ભાળ ના મળતા તે ગુમ થયેલ જણાઈ આવતા તેના પિતા હિતેશભાઈ મકવાણાએ સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ હતી.જે અંગે સિદ્ધપુર પોલીસે ઈપીકો કલમ ૩૬૩ હેઠળ ગુનો નોંધી સગીરાની શોધખોળ કરવાની તજવીજ ઈ. પીઆઈ પી.એસ. ગૌસ્વામીએ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ રોહન બપોરના સમયે ઈકોમાં બેસી મહેસાણા તરફ જતો દેખાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here