શહેરા-લુણાવાડા હાઇવે પર આવેલ વાટાવછોડા પાટીયા પાસે બાઈક સ્લીપ થતાં ચાલકનું મોત

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સદનપુર ગામના પતંગડી ફળિયામાં રહેતો ૩૦ વર્ષીય મુકેશભાઈ તખતસિંહ ચૌહાણ ચોપડા ચીલીંગ સેન્ટરમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હોવાથી ગઈ કાલે સાંજના સમયે મુકેશ ચૌહાણ પોતાની બાઈક લઈને શહેરા-લુણાવાડા હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો તે સમય દરમિયાન વાટાવછોડા પાટીયા પાસે અચાનક બાઈક સ્લીપ થતાં મુકેશને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું,અકસ્માતની જાણ શહેરા પોલીસ તેમજ પરિવારજનોને થતાં શહેરા પોલીસની સાથેસાથે મૃતકના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે મૃતક મુકેશના મૃતદેહને શહેરા ખાતે પી.એમ. માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here