શહેરા તાલુકા સેવા સદન ખાતે તાલુકા કક્ષાની ૭૪માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી…

શહેરા,(પંચમહાલ)
ઈમરાન પઠાણ

15 મી ઓગસ્ટના રોજ સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં ઠેર-ઠેર ૭૪માં સ્વાતંત્રય દિનની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા સેવા સદન ખાતે પણ પ્રાંત અધિકારી જય બારોટના વરદ હસ્તે ધ્વજવંદન કરી ૭૪માં સ્વાતંત્રય દિનની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, તેમજ સ્વાતંત્રય પર્વના આ અવશરે શહેરા મામલતદાર મેહુલ ભરવાડ સાહેબ, ટી.ડી.ઓ અંશુમલ રાવલ સાહેબ, પીઆઈ પ્રજાપતિ સાહેબ અને પીએસઆઈ જે.કે.ભરવાડ સહિતના ઉપસ્થિતોએ ત્રિરંગાને સલામી આપી રાષ્ટ્રગીતનું ગુણગાન કર્યું હતું આ ઉજવણી સરકારની ગાઈડ લાઈન મુજબ મર્યાદિત સંખ્યા અને સોશિયલ ડિસ્ટન્સ સાથે કરવામાં આવી હતી, આ પ્રસંગે કોરોના કાળના કપરા સમયે પોતાની ફરજ નિભાવી રહ્યા છે તેવા કોરોના વોરોયર્સને સન્માનત પત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, અને કાર્યક્રમ બાદ તાલુકા સેવા સદનના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here