પંચમહાલ : ખેડૂત તાલીમ કેન્દ્ર, ગોધરા ખાતે ફાર્મર સાયન્ટિસ્ટ ઈન્ટરેક્શન કાર્યક્રમ યોજાયો

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે આત્મ નિર્ભર ગુજરાતથી આત્મ નિર્ભર ભારતનાં ઉદ્દેશને સાકાર કરવા દેશી ગાય આધારીત પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગુજરાતને કૃષિથી સમૃધ્ધ બનાવવાના હેતુ આજે અત્રેના ખેડૂત તાલીમ કેન્દ્ર, ગોધરા ખાતે ગોધરા તાલુકાના ૫૦ થી વધુ ફાર્મર ફ્રેન્ડ સાથે ૧-૧ ખેડુત મળી કુલ ૧૦૦ થી વધુ લાભાર્થીઓનો ખેડુતોનો વૈજ્ઞાનિક સાથે વાર્તાલાપ ( ફાર્મર સાયન્ટીસ્ટ ઇન્ટરેક્શન) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાભાર્થીઓને પ્રાકૃતિક કૃષિના પાંચ સિધ્ધાતો, જીવામૃત, બીજામૃત બનાવવાની રીત વગેરે વિષય પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અંતમાં ગોધરા તાલુકાનાં હાજર રહેલા દરેક ફાર્મર ફ્રેંડને આગામી સીઝનમાં ઓછામાં ઓછી ૨૦ ગુઠામાં પ્રાકૃતિક કૃષિની ખેતી ચાલુ કરવાનો સંકલ્પ કરાવવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here