શહેરા તાલુકામાં ત્રણ સ્થળોએ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેકસીન અંગે રી-ડ્રાય રન યોજાયો હતો.

ઇમરાન પઠાણ, શહેરા

શહેરા તાલુકામાં ત્રણ સ્થળોએ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેકસીન અંગે રી-ડ્રાય રન યોજાયો હતો.

શહેરા સામુહિક આરોગ્ય કેન્દ્ર અને નાંદરવા તેમજ ધારાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રી-ડ્રાય રનનું આયોજન કરાયું હતું.

પંચમહાલ જિલ્લામાં આજરોજ ૨૬ જેટલા સ્થળોએ કોરોના વેકસીન સંદર્ભે રી ડ્રાય રનનું અયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે શહેરા તાલુકામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા ત્રણ સ્થળોએ રી-ડ્રાય રનનું આયોજન કરાયું હતું.જે અંતર્ગત શહેરા સામુહિક આરોગ્ય કેન્દ્ર, નાંદરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ધારાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આમ ત્રણ સ્થળોએ રી-ડ્રાય રન યોજીને આરોગ્ય કર્મચારીઓને રસીકરણ શરૂ થતાં પહેલાં તેને લગતી સમગ્ર પ્રક્રિયાથી સંપૂર્ણપણે સમજ અપાઈ હતી, અને કોરોના રસીકરણ સમયે કયા પ્રકારની કામગીરી કરવી તે માટે મોકડ્રીલ કરવામાં આવ્યું હતું, શહેરા તાલુકામાં અલગ-અલગ સ્થળોએ યોજાયેલ રી-ડ્રાય રનમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.ભરત ગઢવી, ડૉ. રાકેશ ખાંટ,ડૉ. દિપક ભરવાડ અને ડૉ.અશ્વિન રાઠોડ સહિત તેઓની ટીમે ડ્રાય રનનું સુવ્યવસ્થિત આયોજન કર્યું હતું.રી ડ્રાય રન સમયે જિલ્લા કક્ષાએથી આરોગ્ય વિભાગના લાયઝન કર્મચારી પણ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here