શહેરા તાલુકાના બલુજીના મુવાડા ગામે વિજ થાંભલાના અર્થિંગ વાયરનો કરંટ લાગતા ૪ વર્ષીય બાળકીનું મોત…

શહેરા,(નર્મદા)
ઈમરાન પઠાણ

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બલુજીના મુવાડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રમેશભાઈ સુખાભાઈ નાયકની ૪ વર્ષીય પુત્રી હિરલ પોતાના ઘરની પાછળ આવેલ ફળિયામાં આવેલ દુકાને બિસ્કીટ લેવા ગઇ હતી અને દુકાન પાસે આવેલ વિજ થાંભલા નજીકથી ચાલતી ચાલતી જતી હતી ત્યારે વિજ થાંભલાના અંદરના અર્થિંગ વાયર પર અચાનક બાળકીનો હાથ અડી જતા ૪ વર્ષીય હિરલનું કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું,જેથી બાળકીના મૃતદેહને શહેરા રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લવાઈ હતી.જોકે બિસ્કીટ લેવા ગયેલ પરિવારની નાનકડી પરીનું કરંટ લાગવાના કારણે મોત નિપજતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી છવાઈ હતી. સમગ્ર મામલે શહેરા પોલીસ મથકે બાળકીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here