કાલોલ પોલીસ દેશી દારૂ તથા ઇંગ્લિશ દારૂના કુલ ચાર કેસો કર્યા બસ સ્ટેન્ડ પાસે અને ઝાંપા બજારથી દારૂ પકડાયો

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ પોલીસે ઉચ્ચ અધિકારીઓના સુચના અને માર્ગદર્શન મુજબ દારૂની બદીને ડામવા માટે અને દારૂબંધીનો કડક અમલ કરાવવા સારુ અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરી હતી ત્યારે કાલોલ ના સણસોલી આઉટ પોસ્ટના સણસોલી ગામમાં વચલા ભાગ વાળા ફળિયામાં રહેતા શોભનાબેન અરવિંદસિંહ તથા તેજલબેન ભીમસિંગ ભાઈ એમ બે મહિલાઓને કોઈપણ જાતના પાસ પરમીટ વગર દેશી દારૂનો જથ્થો ઘરે રાખતા ઝડપી પાડયા હતા બંને પાસેથી કુલ મળીને ૧૦ લિટર જેટલો દેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો અને તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત કાલોલ પોલીસને મળેલી બાતમીને આધારે કાલોલ બસ સ્ટેન્ડ વિસ્તારમાં વિમલ ના થેલામાં દારૂનો મુદ્દામાલ લઈને ઊભા રહેલા નરેશભાઈ ભાવસિંગ ભાઈ ડામોર રહેવાસી ડામોર ફળીયુ ભિલોઈ ગામ તા ગરબાડા જી.દાહોદ ના વિમલ ના થેલા માં ૧૮૦ મી.લી ના પ્લાસ્ટિકના પરપ્રાંતીય બનાવટ ના કવાટરિયા ૪૮ જેની કિંમત રૂપિયા ૪,૮૦૦/ જેની કોઈ પણ જાતની પાસ પરમીટ ન હોવાથી પ્રોહીબીશન એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ ઉપરાંત કાલોલના જાપા બજાર વિસ્તારમાં રહેતા જયેશભાઈ ઉર્ફે ટીનો હસમુખલાલ શેઠ પોતાના ઘરમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખે તેવી માહિતીના આધારે પોલીસે તપાસ કરતા ઘરના ખૂણામાં થી કાપડની થેલી માંથી ૭૫૦ મી.લી ની ત્રણ દારૂ ની પ્લાસ્ટિકની બોટલો રૂ.૧૦૫૦/ ઝડપી પાડી હતી જેઓ પાસે પણ કોઈ પાસ પરમીટ ન હોવાથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને કુલ ચાર કેસો મળી કુલ રૂ ૬,૦૫૦/ નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here