શહેરા તાલુકાના તરસંગ ગામમાં કોરોના પોઝિટીવ દર્દીનુ મોત થતા ગ્રામ્યજનોમાં ભયનો માહોલ…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

લોકોનાં સ્વાસ્થ્યની તપાસ કરવા આરોગ્ય વિભાગના ભરત ગઢવી સહીત પ્રાંત અધિકારી જય બારોટ પણ ગામની મુલાકાતે પહોંચ્યા

આજે ભારત સહીત સમગ્ર વિશ્વ કોરોના કાળા કહેરથી હેરાન પરેશાન થઇ રહ્યું છે, દુનિયામાં એક પછી એક અનેક ખ્યાતનામ દેશો કોરોનાના પ્રકોપની બુમો પાડી રહ્યા છે તેમછતાં આજદિન સુધી માનવભક્ષી એવા કોરોનાનો કોઈ ઉપાય સામે આવ્યો નથી. ભારત દેશમાં કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા સરકારે ચાર તબક્કામાં લોકડાઉનની અમલવારી કરાવી અને દેશના તમામ નાગરીકોએ પણ ઘરોમાં કેદ રહી કોરોનાની સામે બાયો ચઢાવી હતી પરંતુ માનવ જીવન ઉપર શ્રાપ બનીને ત્રાટકેલો કોરોના વાયરસ આજે પણ લોકોને પોતાના ભરડામાં લઇ રહ્યો છે. કોરોના વાયરસ પહેલા દેશના શહેરોમાં પોતાનો આતંક મચાવી રહ્યો હતો પણ હવે તો ગ્રામ્ય વિસ્તારમાં રોજે-રોજ કોરોના પોઝિટીવ દર્દીઓના કેસો સામે આવી રહ્યા છે. તેમજ કોરોનાથી પીડિત અનેક દર્દીઓ તો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આવો જ એક બનાવ પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાનો સામે આવતા ગ્રામ્યજનોના જીવ તાળવે ચોંટી ગયા છે.

શહેરા તાલુકાના તરસંગમા કોરોનાના પોઝિટિવ દર્દીનુ મોત થતા આરોગ્ય વિભાગ તંત્રની ટીમ દ્વારા સ્થાનિક લોકોનાં સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી રહી છે તેમજ પ્રાંત અધિકારી જય બારોટ સાથે આરોગ્ય વિભાગના ભરત ગઢવીએ પણ ગામની મુલાકાત લેવા સાથે જરૂરી કાર્યવાહી હાથધરી હતી. હાલ તો સ્થાનિક ગ્રામજનો અને આજુબાજુના ગામના ગ્રામજનોમા ફફડાટ વ્યાપી ગયો છે. ગામના બારિયા ફળિયાના અવર જવરનો માર્ગ બંધ કરવા સાથે પતરા મારી દેવામાં આવ્યા હતા. જ્યારે તાલુકામા અત્યાર સુધીમા ત્રણ કેસ નોંધાયા છે એ પણ ગ્રામ્ય વિસ્તારમા હોવાથી હવે ગ્રામીણ લોકોને જાગૃત થવાની વધારે જરૂર લાગી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here