શહેરા નગરમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતની અનેક શરતોને આધીન મંદિર-મસ્જિદના દરવાજા લોકો માટે ખુલ્લા મુકાયા…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

વિશ્વના ઈતિહાસમાં કાળી સાહી રેડનાર કોરોના વાયરસને લઈને હજુ પણ લોકોમાં ભયનો માહોલ દેખાઈ રહ્યો છે, ભૂતકાળમાં અનેક દર્દનાક બનાવો બન્યા અસંખ્ય મહામારીએ પંખ ફેલાવ્યા પણ તે સમયે લોકો દરેક પીડાનો સામનો કરવા દવા અને દુવાનો સહારો લેતા હતા પરંતુ પ્રવર્તમાન સમયમાં કોરોનાના માનવભક્ષી કહેરે માનવ જીવન માટે દવા અને દુવાના બન્ને દ્વાર બંધ કરી દીધા હતા એટલે કે જ્યારથી કોરોના વાયરસ નામક ચેપી રોગ દુનિયામાં આવ્યો છે ત્યારથી તેના ઉપચાર રૂપે કોઈ દવા શોધાઈ નથી તેમજ તેના ભયંકર સંક્રમણને કારણે સામાજિક અંતર જાળવવા દુવા-પ્રાર્થના માટેના બધા જ દ્વાર બંધ થઇ ગયા હતા. હાલ લોકડાઉનના ચાર ચરણ પછી અનલોક-૦૧ માં સરકારે શરતોને આધીન થોડી છૂટછાટ આપી છે જેમાં ગતરોજ રોજથી મંદિર અને મસ્જીદના દરવાજા લોકો માટે ખુલ્લા મુકાયા છે.

જેને અનુરૂપ શહેરા નગરમાં આશરે અઢી માસ બાદ ધાર્મિક સ્થળોના દરવાજા ખૂલી ગયા છે. જ્યારે મરડેશ્વર મહાદેવ મંદિરે સવારથી ભકતોનો પ્રવાહ શરૂ થયો હતો. મંદિર ખાતે મહાદેવના ભકતોએ પૂજા-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ શહેર નગરની નગીના મસ્જીદ અને મદીના મસ્જીદ સહિતની તમામ મસ્જીદોમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે નમાજ અદા કરી હતી, જ્યારે નગર અને તાલુકામા આવેલ અન્ય ધાર્મિક સ્થળો ખાતે પણ ભાવિકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. નગર પાલિકા દ્વારા મહાલક્ષ્મી મંદિર, મસ્જિદ તેમજ અન્ય સ્થળો ખાતે સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું. હાલ તો કોરોનાની મહામારી વચ્ચે ધાર્મિક સ્થળો શરૂ થયા છે પણ માસ્ક પહેરીને અને અંતર રાખીને ભકતો દેવી દેવતાના દર્શન કરી શકશે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here