પંચમહાલ : ૩જીમે અખાત્રીજના યોજાનારા લગ્નસમારંભો પર તંત્રની રહેશે બાજ નજર

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

બાળલગ્નમાં સામેલ ગોરમહારાજ, રસોયા, મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફર સામે પણ કાર્યવાહી કરાશે

આયોજકોએ લગ્નગ્રંથિથી જોડાનારની જન્મ તારીખના દાખલાની ખરાઇ કરાવવી પડશે

પંચમહાલ જીલ્લામાં હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે અને તેમાંય ખાસ કરીને અખાત્રીજ (અક્ષયતૃતીયા) તા.૦૩/૦૫/૨૦૨૨ના દિવસને લગ્ન માટે શુભ માનવામાં આવે છે. જેથી પંચમહાલમાં બાળલગ્ન ન થાય તે માટે તંત્ર દ્રારા કાર્યવાહી કરવામાં આવનાર છે. આ પ્રકારના બાળલગ્નોમાં સામેલ થનાર ગોરમહારાજ, રસોયા, મંડપ ડેકોરેશન, ડી.જે., બેન્ડબાજાવાળા, ફોટોગ્રાફર સહીતનાઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે બાળલગ્ન પ્રતિબંઘક અઘિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અઘિકારીશ્રીએ જણાવ્યું કે, સમુહલગ્નના આયોજકો તથા વર-કન્યાના માતાપિતા સહિત અન્ય લોકો પણ બાળલગ્નની મદદગારીમાં સામેલ હોય તો પણ તેમની સામે ગુનો નોંઘાય છે.
આ ઉપરાંત બાળલગ્નોની જાણકારી બાળલગ્ન પ્રતિબંઘક અઘિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અઘિકારીની કચેરી અથવા પોલીસને મળે અને આવા લગ્ન અટકાવવામાં આવે ત્યારે લગ્નનો ખર્ચ માથે પડે છે. જેના પરીણામે લગ્ન કરાવનારની પ્રતિષ્ઠાને પણ અસર થાય છે. તેથી લગ્ન નકકી થાય તે પહેલાં જ વર-કન્યાની ઉંમરની ચકાસણી કરી લેવામાં આવે તો બાળ લગ્નનો પ્રશ્ન ઉપસ્થિત થાય નહી. બાળલગ્ન પ્રતિબંઘક અઘિનિયમ-૨૦૦૬ મુજબ ૨૧ વર્ષથી નીચેનો યુવક તથા ૧૮ વર્ષથી નીચેની યુવતીના લગ્ન કરવા, કરાવવા કે આવા લગ્ન કરાવવામાં મદદગારી કરવી તે પણ ગુનો બને છે તથા આ કાયદા હેઠળ બે વર્ષની જેલની સજા તથા એક લાખ રૂપિયા સુઘીનો દંડ અથવા બન્ને સાથે શિક્ષાપાત્ર થશે. જો આવા લગ્ન કરાવવામાં આવે તો વર-કન્યાના માતા પિતા, લગ્ન કરાવનાર ગોર મહારાજ, સમુહ લગ્નના આયોજકો, કેટરર્સ, મંડપ સર્વિસવાળા, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર,ડી.જે., બેન્ડબાજાવાળા, સહિતના મદદગારી કરનાર ઇસમો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લામાં કોઇપણ જગ્યાએ બાળલગ્નો જણાઇ આવે તો આ કચેરીમાં તાત્કાલીક જાણ કરવા જિલ્લા સમાજ સુરક્ષા અઘિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અઘિકારીની કચેરી, ભોંય તળીયે, જીલ્લા સેવા સદન-૨, કલેકટર કચેરી કંમ્પાઉન્ડ,ગોઘરા જી:પંચમહાલ ફોન નં. ૦૨૬૭૨ -૨૪૧૪૮૭, મો. ૯૪૨૮૦૨૯૨૫૦,જિલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નં. ૫૯ અને ૬૦, પ્રથમ માળ, જીલ્લા સેવા સદન ૨,કલેકટર કચેરી કંમ્પાઉન્ડ, ગોઘરા જી. પંચમહાલ ફોન નં. ૦૨૬૭૨-૨૪૩૪૮૦, મો. ૯૪૨૭૨૩૧૦૬૭,ચાઇલ્ડ હેલ્પ લાઇન ૧૦૯૮,અભયમ ૧૮૧,પોલીસ કન્ટ્રોલર નંબર ૧૦૦,જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ નંબર: ૦૨૬૭૨-૨૪૨૫૦૪ પર સંપર્ક કરવા જિલ્લા સમાજ સુરક્ષા અઘિકારીશ્રી ગોઘરા, જી: પંચમહાલની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here