શહેરા-ગોધરા હાઇવે ઉપર આવેલ ડોકવા ગામ પાસે કારની અડફેટે બાઈક ચાલકનું મોત, બે ને ઇજા…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના શહેરા-ગોધરા હાઇવે ઉપર આવેલ ડોકવા ગામ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અહીંથી પસાર થતી એક કારના ચાલકે પોતાની કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવી ત્યાંથી જ પસાર થતી એક બાઇકને અડફેટે લેતા બાઈક ઉપર સવાર પસનાલ ગામના જશુભાઈ ફુલાભાઈ વણઝારાને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેઓની પાછળ બેઠેલ તેઓની પુત્રી વૈશાલી અને પુત્ર પ્રગ્નેશને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી,જેને લઈને ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,જ્યાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જશુભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જોકે આ અકસ્માત સર્જી કારચાલક કાર મુકી ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ શહેરા પોલીસ મથકે નોંધાવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here