શહેરા ખાતે રવિ કૃષિ મહોત્સવને તાલૂકા પંચાયત પ્રમૂખ પુજીબેન ચારણના હસ્તે ખૂલ્લો મૂકાયો…

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલૂકાના યોજાયેલ રવિ કૃષિ મહોત્સવમાં તાલુકા પંચાયત પ્રમુખ પુજીબેન ચારણના હસ્તે યોજાયો હતો.,જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો તથા મોટા પ્રમાણમાં ખેડૂતોએ હાજર રહીને મુખ્યમંત્રીના રાજ્યકક્ષાના કાર્યક્રમના લાઈવ પ્રસારણને નિહાળ્યું હતું.
ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, નવી પેઢીના ખાતરો જેવાકે, નેનો યુરિયા/નેનો ડી.એ.પી., ડ્રોન ટેકનોલોજીનો, સુક્ષ્મ પિયત પધ્ધતી વગેરે જેવી બાબતે માર્ગદર્શન આપ્યું હતું તથા ખેડૂતોને તેનો મહત્તમ ઉપયોગ કરવા માટે આહવાન કરાયુ હતુ,

આ પ્રસગે વૈજ્ઞાનીક ખેતી પધ્ધતી તથા ખેતી પાકોમાં ખેતી ખર્ચના ઘટાડા અંગે માર્ગદર્શન પૂરું પાડયું હતું.સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ, સોઇલ હેલ્થ કાર્ડ તથા FPOની કામગીરી અંગે પોતાના અનુભવો ખેડૂતો સમક્ષ વ્યકત કર્યા હતા.
આ પ્રસગે કૃષિ પ્રદર્શનના વિવિધ સ્ટોલ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા.જેનો ખેડૂતો દ્વારા બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો.
શહેરા તાલૂકાના અધિકારીઓ,વિવિધ કર્મચારીઓઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here