શહેરામા સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતો ડાંગરની રોપણીમાં જોતરાયા…

શહેરા,(પંચમહાલ)
ઈમરાન પઠાણ

પંચમહાલ જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતાં ખેડૂતોમાં ભારે ખૂશીની લાગણી છવાઈ હતી, જિલ્લામાં વરસાદને કારણે નદી નાળા છલકાયા હતા.જેમાં શહેરા પંથકમાં પણ સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતો ડાંગરના ધરૂ રોપવાની કામગીરીમાં જોતરાયા હતા.પંચમહાલમાં ડાંગરનો પાક મુખ્ય પાક ગણવામાં આવે છે.આ વખતે વરસાદે હાથ તાળી આપતા ખેડૂતો મૂશ્કેલીમાં મૂકાયા હતા,ત્યારે ઓગષ્ટ મહિનો ખેડૂતો માટે લાભદાઈ નિવડ્યો હોય તેમ મેઘરાજાએ સાર્વત્રિક મેઘમહેર કરતા ખેડુતોનો ડાંગરનો પાક છેલ્લા સમયે બચી જવા પામ્યો હતો.શહેરા તાલુકામાં આવેલા પશ્વિમ વિભાગમાં પાનમની કેનાલ હોવાને કારણે આ વિસ્તારના ખેડૂતોએ ડાંગરના ધરૂની રોપણી કરી દીધી હતી. પરંતુ શહેરા તાલુકાના પુર્વોત્તર વિભાગમાં જરૂરી માત્રામાં વરસાદ નહીં પડવાને કારણે ખેડૂતો મુંજવણમાં મુકાયા હતા, ત્યારે છેલ્લી ઘડીએ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના કારણે ખેતરો પાણીથી ભરાઈ જતા ખેડૂતોએ ડાંગરની રોપણી શરૂ કરી દીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here