છોટાઉદેપુર નગરમાં આવેલ ભવ્ય દરબાર હોલની દુર્દશા થવાના સંકેત…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નગરમાં આવેલ કિલ્લામાં રાજવી પરિવાર દ્વારા ભવ્ય દરબાર હોલ બનાવવામાં આવ્યો હતો. જે હાલ નગરપાલિકા હસ્તક હોય નગરપાલિકા દ્રારા આ દરબાર હોલનું લાખોના ખર્ચે નવીની કરણ કરવામાં આવ્યું હતું પરંતુ હાલના દ્રશ્યો જોતા લાગી રહ્યું છે. કે આ દરબાર હોલની ટૂંક સમયમાં દુર્દશા થવાના સંકેત જણાય રહ્યા છે.
છોટાઉદેપુર નગરમાં આવેલો ભવ્ય દરબાર હોલ નગરપાલિકાની કમાઉ સંપત્તિ છે. નગરપાલિકાને ફાયદો કરાવી આપે છે. તથા આર્થિક આવક ઉભી કરે છે. પરંતુ આ દરબાર હોલની પાસે મોટી ખુલ્લી જગ્યામાં કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. જ્યાં આ જગ્યામાં એકઠો થયેલો કચરો સળગાવી દેવામાં આવે છે. જે કચરો દરબાર હોલની બિલકુલ પાસે સળગાવવામાં આવતા ભવિષ્યમાં દરબાર હોલને ભારે નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. જે અંગે તંત્ર દવારા તકેદારી રાખવામાં આવે એ જરૂરી છે. તેમ પ્રજાની માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here