સાવરકુંડલા તાલુકાના બોરાળા ગામે સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને ઝડપી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ

સાવરકુંડલા,
હિરેન ચૌહાણ, (બાબરા)

જુગાર રમતા સાત ઇસમોને રોકડ રકમ ૨૪,૪૨૦સહિત કુલ કિં.રૂ.૩૪,૯૨૦ ના મુદ્દામાલ સાથે સાવરકુંડલા રૂરલ પોલીસે પકડી પડ્યા

અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્ત રાય  નાઓએ જીલ્લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના કરેલ હોય જે અન્વયે  કે.જે.ચોધરી  નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ નાઓના માર્ગદર્શન અન્વયે આજ રોજ  સાવરકુંડલા તાલુકાના બોરાળા ગામે સ્મશાન પાસે ખુલ્લી જગ્યામા જાહેરમા અમુક ઈસમો ગંજીપત્તાના પાના તથા પૈસાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમે છે તેવી બાતમી આધારે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ના પ્રો.નાયબ પોલીસ અધિક્ષક ડી.વી.કોડીયાતર  તથા પોલીસ સબ ઇન્સ . .એ.પી.ડોડીયા  તથા પોલીસ.સબ.ઈન્સ જી.જી.જાડેજા નાઓએ પોલીસ સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ  રેઇડ કરતા સાત ઇસમોને રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પકડી પાડેલ હોય જે તમામ સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે.
જુગાર રમતા રેઇડ દરમ્યાન પકડાયેલ ઇસમો
(૧) હિંમતભાઇ નાગજીભાઇ સોંદરવા ઉ.વ.૩૫ ધંધો.મજુરીકામ રહે. સા.કુંડલા ઠે.મોમાઇ માતાજીના મંદીર પછળ તા.સા.કુંડલા જી.અમરેલી
(૨) બિચ્છુભાઇ નાજાભાઇ બોરીચા ઉ.વ. ૨૯ ધંધો.મજુરીકામ રહે. આંબા તા. મોટા લીલીયા જી.અમરેલી
(૩) હસમુખભાઇ લાલજીભાઇ સોલંકી ઉ.વ.૨૩  ધંધો.મજુરીકામ રહે. મોટા કણકોટ તા.મોટા લીલીયા જી.અમરેલી
(૪) ધર્મેશભાઇ ધનસુખભાઇ દેગામા ઉ.વ.૨૨  ધંધો.મજુરીકામ રહે. બોરાળા તા.સા.કુંડલા જી.અમરેલી
(૫) દીલુભાઇ નાનાભાઇ ધાધલ ઉ.વ.૫૦  ધંધો.ખેતીકામ રહે. બોરાળા તા.સા.કુંડલા જી.અમરેલી
(૬) વિનુભાઇ ગોવિંદભાઇ વાઘેલા ઉ.વ.૫૧  ધંધો.મજુરીકામ રહે. બોરાળા તા.સા.કુંડલા જી.અમરેલી
(૭) બીજલભાઇ ગભાભાઇ વાઘેલા ઉ.વ.૪૦  ધંધો.મજુરીકામ રહે. સા.કુંડલા ઠે.નાના ભમોદ્રા રોડ તા.સા.કુંડલા જી.અમરેલી
પકડાયેલ મુદામાલ
કુલ રૂપીયા ૨૪,૪૨૦તથા ગંજી પત્તાના પાના નંગ-૫૨ તથા મોબાઇલ ફોન નંગ – ૦૩ કિ.રૂ.૧૦,૫૦૦ મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપીયા ૩૪,૯૨૦-નો મુદ્દામાલ
આ કામગીરી પ્રો.નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.વી.કોડીયાતર સાહેબ તથા પોલીસ સબ ઇન્સ એ.પી.ડોડીયા  તથા પોલીસ સબ ઈન્સ જી.જી.જાડેજા  તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here