વિદેશી દારૂના વેપલાનો 10 વર્ષથી નાસતા ફરતા માસ્ટર માઇન્ડ ગણાતા અડાજણના આરોપીને નર્મદા LCB પોલીસે ઝડપી પાડયો

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

પોલીસે ઝડપેલા આરોપી સામે રાજ્યના વિવિધ પોલીસ મથકમાં ચોરી અને દારૂના 18 ગુનાઓ નોંધાયા હોવાનું બહાર આવ્યું

નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકરસિહ દ્વારા જીલ્લાના તમામ પોલીસ મથકમાં નાસતા ફરતા ગુનાઓમા સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવાની સુચના આપવામાં આવી હોય ને નર્મદા LCB પોલીસે આરોપીઓના રહેણાંક વિસ્તાર, આશ્રય સ્થાનો,ધંધાના સ્થળો વિગેરે ઉપર ચાંપતી નજર રાખી હતી, જે અનુસંધાને નર્મદા LCB ના પી.આઇ. એ. એમ. પટેલ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એમ.ગામિત નાઓએ પોતાના બાતમીદારોને કામે લગાડી તેમજ આરોપીઓના ટેકનિકલ્ સર્વેલન્સના આધારે વિદેશી દારૂના વેપલા સાથે સંકળાયેલા કુખ્યાત બુટલેગર ને સુરતના અડાજણ ખાતેથી ઝડપી પાડયો હતો.

રાજપીપળા પોલીસ મથકમાં આરોપી હિતેશ ભગવાનભાઇ ઠક્કર રહે. અડાજણ, ખલગામ, રામનગર સોસાયટીના ઉપર વર્ષ 2010 માં વિદેશી દારૂના વેપલામા પ્રોહીબીશન એક્ટ હેઠળ કાયદેસરનો ગુનો નોંધાયો હતો, પરંતુ આ આરોપી ગુજરાતના નામચીન આરોપીઓ પૈકીનો હોય નેચોરી સહિત પ્રોહીબીશનના ગુનાઓમા નાસતો ફરતો હતો જેથી LCB ના પોલીસ જવાનો અશોકભાઈ ભગુભાઈ તેમજ વિજયભાઇ ગુલાબસિગભાઈ નાઓએ તેના નિવાસસ્થાન તરફ તપાસ હાથ ધરી હતી.
જેમાં તેઓને સફળતા મળી હતી અને દશ દશ વર્ષથી નાસતા ફરતા ગુનામા સંડોવાયેલા આરોપીને ઝડપી પાડયો હતો અને જેલના સળિયા પાછળ ધકેલયો હતો.

નર્મદા જીલ્લા LCB પોલીસે ઝડપેલા આ આરોપીઓ સામે રાજ્યના વિવિધ પોલીસ મથકમાં જેમકે ઉધના, સલાબતપુરા સુરત, બારડોલી, વાપી, રાજકોટ, ગણદેવી, ઉમરા, અઠવાલાઇન્સ, ધાંગધરા, ભુજ સહિતના પોલીસ મથકોમાં 18 ગુનાઓ ચોરી અને પ્રોહીબીશનના નોધાયા હોવાનું પણ જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here