છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારના ઉમેદવારોને ચૂંટણીલક્ષી જોગવાઈઓથી વાકેફ કરતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ ધામેલિયા

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારના ઉમેદવારો સાથે બેઠક યોજાઈ

છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારમાં ઉમેદવારી પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થયા હવે છ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ઉમેદવારોને ચૂંટણી બાબતની જોગવાઈઓથી વાકેફ કરવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ ધામેલીયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ઉમેદવારોને ચૂંટણી સંચાલનના નિયમો સહિત ધ્યાનમાં રાખવાની જોગવાઈઓ, ખર્ચને લગતા મુદ્દાઓ, એમ.સી.સી.ની જોગવાઈઓ, ખર્ચના રેટ ચાર્ટ, ચૂંટણી ખર્ચ નિયંત્રણ દેખરેખ અંગેની જોગવાઈઓ, ચૂંટણી ખર્ચ રજીસ્ટર, ઉમેદવાર માટેની હેન્ડબૂક, ઓબ્ઝર્વરના નામ, મોબાઈલ નંબર અને રહેઠાણની વિગતો, મતદાન મથકોની યાદી, મતદારોની વિગતો, સ્ટ્રોંગરૂમ અને ઇવીએમ રેન્ડમાઇઝેશનની વિગતો, સિંગલ વિન્ડો સિસ્ટમની વિગતો, સ્ટ્રોંગ રૂમની વિગતો, મત ગણતરી કેન્દ્રની વિગતો, ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટેની ટીમોની વિગતો સહિતની વિગતો અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

જનરલ ઓબ્ઝર્વરશ્રી ડૉ. સતીષ કુમાર એસ., નોડલ ફોર ખર્ચ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, નોડલ ફોર લો એન્ડ ઓર્ડર અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી આઈ.જી. શેખ, નોડલ ફોર એમ.સી.સી. અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.બી.ચૌધરી સહિતના અધિકારીઓ તેમજ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here