વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી ડભોઇ પોલીસ

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

અન્ય એક ઈસમ ને ઝડપી પાડવા ની તજવીજ હાથ ધરવામાં આવી છે

હાલ પોલીસ મહાનરીક્ષક વડોદરા વિભાગ,વડોદરા તથા પોલીસ અધિક્ષક સુઘીર કુમાર દેસાઇ વડોદરા ગ્રામ્ય વડોદરા નાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક કે.વી.સોલંકી ડભોઇ ડીવીઝન ડભોઇ નાઓના માર્ગદર્શન હેઠળ જિલ્લા માં દારૂજુગારની ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા આપેલ જે સુચના અને માર્ગદર્શન ના આધારેક આજરોજ પ્રો.પો.ઇન્સ્પેક્ટર એમ.આર.તાબીયાર નાઓને અગંત બાતમીદારથી બાતમી મળેલ કે ડભોઇ ના ટીંબી ફાટક પાસે એક ઇસમ પીળા કલરનો શર્ટ તથા બ્લ્યુ કલરનુ જીન્સ પેન્ટ પહેરલે છે અને વિદેશી દારૂ ભરલે બે મીણીય થેલા લઈ રોડની સાઇડમા ઉભેલ છે. જે અંગેની ચોક્ક્સ બાતમી હકીકત ના આધારે પોલીસ સ્ટાફના માણસો તથા બે પંચોના માણસો સાથે સદરી બાતમી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા (૧) નરશે ભાઇ હરસુખભાઇ સોલંકી ઉ.વ.૨૭ રહે.જુનાગઢ ગણેશનગર શેરી નં.૪ ગીરનાર દરવાજા પાસે તા.જુનાગઢ નાનો પોતાના કબ્જા મા ભારતીય બનાવટની વિદેશી દારૂ ની પ્લાસ્ટીકની બોટલ નંગ-૪૮ કીં.રૂ ૨૫,૨૦૦/- તથા મોબાઇલ ફોન નગં -૧ કી.રૂ.૫૦૦/- મળી કુલ કીં. રૂ.૨૫,૭૦૦/- નો મુદ્દામાલ રાખી રેઇડ દરમિયાન પકડાઇ ગયલે હોય તથા (૨) અમીતભાઇ ધીરૂભાઇ રાઠોડ રહે.જુનાગઢ ગણેશનગર શેરી નં.૪ ગીરનાર દરવાજા પાસે તા.જુનાગઢ નાએ વિદેશી દારૂ મંગાવી એકબીજાની મદદગારી કરી ગુન્હો કરલે હોય તેઓના વિરુદ્ધ મા ડભોઇ પો.સ્ટે પ્રોહીબિશનકલમ ૬૫ એઇ,૮૧ મજુબનો ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી કરલે છે. તથા આગળની તપાસ તજવીજ ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here