સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના એકતા નગર ખાતે પેટ્રોલ પંપની ફાળવણી વન વિભાગના અધિકારીની ધમકીથી તેના મળતીયાને કરાઇ હોવાનો સાંસદ મનસુખ વસાવાનો આરોપ

કેવડિયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-

નો ઓબ્જેકશન સર્ટિફિકેટ વન વિભાગે જ આપવાનુ થાય જે મામલે પેટ્રોલિયમ કંપનીને ધમકાવ્યા નો પણ સાંસદે પેટ્રોલિયમ મંત્રીને લખેલા પત્રમાં ખુલાસો

પેટ્રોલ પંપના સંચાલનની નિયુક્તિમા ગરબડ થયેલાનો ધડાકો કરી સાંસદે સ્થાનિક આદિવાસીઓની ઉપેક્ષા કેમ ?? ના પશ્રો ઉઠાવ્યા

સાંસદ મનસુખભાઈ વસાવા એ ફરી એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્થાનિક આદિવાસીઓ ને રોજી રોજગારી નો મુદ્દો ઊઠાવ્યો છે, આ વખતે નર્મદા વન વિભાગ ના એક અધિકારી ના મળતીયા ને કેવડીયા એકતા નગર મા ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન નો પેટ્રોલ પંપ સંચાલન માટે આપી દેવામાં આવતાં આદિવાસી સથાનિકો ની ઉપેક્ષા કરાઇ હોવાનું અને વન વિભાગ ના એક અધિકારી એ પોતાના મળતીયા ને પેટ્રોલ પંપ અપાવ્યો હોવાનો આરોપ લગાવી સમગ્ર પ્રકરણ ની જાણ કેન્દ્ર સરકાર ના પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી ને પત્ર દ્વારા કરતા સમગ્ર મામલો ભારે ચર્ચાસ્પદ બનેલ છે.

સમગ્ર પ્રકરણ ની વાત કરીએ તો સટેચયુ ઓફ યુનિટી પાસે ના કેવડીયા એકતા નગર મા ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન ના પેટ્રોલ પંપ ના સંચાલન ની નિયુક્તિ માટે ની જાહેરાત કરાઇ હતી જેમાં નર્મદા વન વિભાગ ના એક અધિકારી એ પોતાના મળતીયા ને પેટ્રોલ પંપ ના સંચાલન માટે કંપની સાથે વાટાઘાટ કરી , કંપની ને ધમકાવવામા આવી હતી કે નો ઓબ્જેકશન સર્ટિફિકેટ તો વન વિભાગ દ્વારા જ ઇસયુ કરવાનો હોય છે જેથી કંપની એ વન વિભાગ ના અધિકારી ના મળતીયા ને પેટ્રોલ પંપ ના સંચાલન માટે નિયુક્ત કરેલ હોવાનો અને સ્થાનિક લોકો ની ઉપેક્ષા કરવામાં આવી હોવાનો ગંભીર આરોપ સાંસદ મનસુખભાઈ વસાવા એ લગાવ્યો છે.

પેટ્રોલ પંપના સંચાલન માટેની ફાળવણી કરવામાં કોઈ ગરબડ થઈ હોવાનું જણાવી વધુમાં જણાવ્યું છે કે વન વિભાગ ના નો ઓબ્જેકશન સર્ટિફિકેટ વગર પેટ્રોલિયમ કંપની એ જાહેરાત કઇ રીતે બહાર પાડી ??

સ્થાનિક આદિવાસીઓનો પશ્ર ઉઠાવી સાંસદ મનસુખભાઈ વસાવા એ સટેચયુ ઓફ યુનિટી ની આસપાસ 95 ટકા આદિવાસીઓ વસતા હોય તેઓને જ પેટ્રોલ પંપ ના સંચાલન માટે નિર્ધારિત રિઝર્વેશન હેઠળ પ્રાથમિકતા આપી તેનુ સંચાલન સોંપવાની માંગ કરી છે. આદિવાસીઓ મા રોષ ન ફાટી ના નીકળે તે માટે સ્થાનિક લોકો ને પ્રાધાન્ય આપી આદિવાસીઓના રોજી રોજગાર ને સુનિશ્રિત કરવાનુ પણ કેન્દ્રિય મંત્રી ને લખેલા પત્રમાં સાંસદ મનસુખભાઈ વસાવા એ જણાવ્યું છે.

આમ એકતા નગર કેવડીયા ખાતે પેટ્રોલ પંપ ની ફાળવણી વિવાદો ના વમળમાં ફસાઇ છે , હવે આગામી દિવસોમાં પેટ્રોલિયમ કંપની શુ નિર્ણય લે છે તેનાં પર સહુની મીટ મંડાઇ છે, બાકી સાંસદ મનસુખભાઈ વસાવા એ તો વન વિભાગ ના અધિકારી એ કંપની ને ધાક ધમકી આપી પોતાના મળતીયા ને પેટ્રોલ પંપ નુ સંચાલન અપાવયા નો આરોપ લગાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here