નર્મદામાં આરોગ્ય વિભાગમા કામ કરતી 30 જેટલી ફિમેલ હેલ્થ વર્કરો પગારથી વંચિત !!!!

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

કોરોનાના કહેરમા આરોગ્યની ફરજો બજાવતી આઉટ સોરશિગથી લેવાયેલી મહિલા કર્મચારી સાથે અનયાય કેમ સરકારમા રજુઆત કરાશે :- પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ શંકર વસાવા

કોરોના મહમારીમાં હાલ આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ રાત  દિવસ પોતાના જીવના જોખમે કામ કરી રહ્યા છે. એક તરફ જાહેર જનતા એમના કાર્યને બિરદાવી રહી છે અને તેમને કોરોના વિલિયર્સ તરીકે ઓળખવામાં આવી રહયા છે તો બીજી બાજુ તંત્ર એમના કાર્યને બિરદાવવાનું તો ઠીક પણ પગાર પણ સમયસર ન કરતું હોવાનું સામે આવ્યું છે. નર્મદા  જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કામ કરતી 30 જેટલી ફિક્સ પગાર આધારિત ફિમેલ હેલ્થ વર્કરોને છેલ્લા 3 મહિનાથી પગાર ન મળ્યો હોવાની વાત નર્મદા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા ભાજપના આગેવાન શંકરભાઈ વસાવા બહાર લાવ્યાછે જીલ્લા પંચાયત ના અધિકારીઓ અને શાસકો પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.એમણે જણાવ્યું હતું કે છેલ્લા 3 મહિનાથી ફિક્સ પગાર પર નોકરી કરતી 30 જેટલી ફિમેલ હેલ્થ વર્કરોનો પગાર થયો નથી એવી ફરિયાદ લઈને અમુક ફિમેલ હેલ્થ વર્કરો મારી પાસે આવી હતી.આ મામલે મેં જ્યારે જિલ્લા પંચાયતના ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરી ત્યારે એમણે મને અનેક બહાના બતાવ્યા. નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ ઓફિસમાં બેસી ફક્ત રિપોર્ટ પર સહી જ કરે છે જેની સામે આરોગ્ય શાખાના નાના કર્મચારીઓ પોતાના જીવના જોખમે કોરોના મહામારીમાં ધોમ ધખતા તાપમાં સર્વે સહિતની અન્ય કામગીરીઓ કરતા હોય છે.એમને પગારથી વંચિત રાખી જ કેમ શકાય. ગુજરાત અને કેન્દ્ર સરકાર કોરોના સામે આટલી અસરકારક કામગીરી કરી રહ્યું છે.જેની સામે કોંગ્રેસ-બિટીપી શાસિત નર્મદા જિલ્લા પંચાયત સરકારની બદનામી કરી રહ્યું છે.જો ફિમેલ હેલ્થ વર્કરોનો વહેલી તકે પગાર ન થયો તો હું સરકારમાં રજુઆત કરીશ. એવી ચીમકી પણ તેઓએ ઉચ્ચારી હતી.

નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલે જણાવ્યું હતું કે એ તમામ ફિમેલ હેલ્થ વર્કરો આઉટ સોર્સિંગથી લેવાઈ છે તેઓ આરોગ્ય વિભાગના કર્મચારીઓ નથી.જેનો કોન્ટ્રાકટ છે એ બિલ મૂકે પછી કોન્ટ્રાકટ કંપની એમનો પગાર કરતી હોય છે.અમારી કચેરીમાં બિલ મુકાઈ ગયા છે હવે એમનો પગાર થઈ જશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here