વડોદરાના તન્વીર એહમદે બી બી એ માં મેળવ્યો ગોલ્ડ મેડલ… પરિવાર સહિત સમસ્ત સભ્ય સમાજમાં ખુશીનો માહોલ…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

મધ્યમ વર્ગીય પરિવારમાં ઉછરેલા તન્વીરની મહેનત રંગ લાવી

વડોદરાના તન્વીર એહમદે ગોલ્ડ મેડલ મેળવી આખા સમાજનું નામ રોશન કર્યું છે જે એક મધ્યમ વર્ગમાં ઉછરેલ એમના મામાઓ ના સપોર્ટ થી આજે મુસ્લિમ સમાજનું માંથુ ગર્વથી ઊંચું કર્યું છે જે આણંદ ની સી પી પટેલ અને શાહ કોમર્સ કોલેજમાં (બી બી એ) બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન માં ૨૦૧૮ થી ૨૦૨૧ માં સંપૂર્ણ પુરૂ કર્યું છે અને અભ્યાસ દરમિયાન પણ સતત ટોપર રહ્યા છે અને યુનિવર્સીટી મા પણ ટોપ ત્રણ માં આવ્યા છે અને હાલ એસ પી યુનિવર્સીટી માં બી બી એ ફેકલ્ટીમાં ટોપ કર્યું છે અને ગોલ્ડ મેડલ હાંસલ કર્યું છે અને ભૂતકાળ માં એમના મામા મોઇનુંદ્દીન ઘોરી એ પણ એજ કોલેજમાં સાલ ૨૦૦૩ થી ૨૦૦૭ માં બી બી એ કર્યું હતું અને હાલ તન્વીર એહમદ પારૂલ યુનિવર્સીટી પીપરિયા વાઘોડિયા ખાતે એમ બી એ માં એડમિશન મેળવી અભ્યાસ શરૂ કર્યો છે જેમના અભ્યાસ પાછળ તન્વીર ના નાના હાજી સરપુદ્દીન ઘોરી અને અને મામા રફીયુદ્દીન ઘોરી અને મોઇનુદ્દીન ઘોરી નો સિંહફાળો છે અને તન્વીર સારા માર્ક્સ થી પાસ થાય અને ગોલ્ડ મેડલ મેળવે એવી દુઆઓ કરનાર એમના નાની હાજીયાણી સીરાજન બીબી ઘોરી એ પણ પાછી પાની કરી નથી અને આજે કદાચ એમની દુઆઓ ની અસર તન્વીર ને ગોલ્ડ મેડલ મળ્યું છે એ દેખાઈ આવ્યુ છે અને આગળ એમ બી એ ના અભ્યાસ માં પણ ગોલ્ડ મેડલ લાવવાની પુરે પુરી તૈયારી સાથે મહેનત કરેછે અને આગળ પણ મુસ્લિમ સમાજ નું નામ રોશન કરશે એવી સમાજને આશા છે અને બી બી એ માં ગોલ્ડ મેડલ મેળવી બેલીમ તન્વીર એહમદ એ મુસ્લિમ સમાજ નું નામ રોશન કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here