વઘેલી ગામના 20 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના વંઘેલી ગામ ના 20 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેઓને સારવાર અર્થે તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

તિલકવાડા તાલુકાના વંઘેલી ગામ ના 20 વર્ષીય યુવાન રાજેશભાઈ ગોપાલભાઈ બારીયા સાંજના સાત વાગ્યાના સમયગાળા દરમિયાન પોતાના ગામે પોતાના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયા હોવાનું જાણવા મળેલ છે ઝેરી દવા પી જતા તેઓના પરિવારજનો દ્વારા તેઓને તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા તિલકવાડા આરોગ્ય કેન્દ્રમાં આવતા જ ફરજ પરના ડોક્ટરો દ્વારા દર્દીની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી અને જ્યાં હાલ દર્દી ભાનમાં હોવાનું જાણવા મળેલ છે સદર ઘટનાની જાણ પોલીસ મથકે થતા તિલકવાડાં પોલીસ દ્વારા જનવજોગ નો ગુનો નોધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here