રાજ્યના ચકચારી પેપરલીક કૌભાંડમાં પેપર ખરીદનાર છોટાઉદેપુર જિલ્લાના 8 આરોપી વિદ્યાર્થીઓને ઝડપી પાડતી રાજ્ય એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

પેપર લીક કેસમાં આતંરરાજ્ય ગેંગના આરોપીઓ પાસે પેપર ખરીદ કરનાર 30 જેટલા પરીક્ષાર્થીઓને ઝડપી પાડતી ગુજરાત એ.ટી.એસ.
જેતપુરપાવી તાલુકાના સાલોજ, બારાવાડ, મોટી અમરોલ, ડુંગરવાટ, આંબાલગ એમ 5 ગામના 5 વિદ્યાર્થીઓ જ્યારે સંખેડાના ભાટપુરનો એક તથા બોડેલી નજીક અલીપુરા સમર્પણ સોસાયટીના બે વિદ્યાર્થીઓનો સમાવેશ
પેપર લીક કેસના મુખ્ય આરોપી પ્રદીપ નાયકે ૨૯/૦૧/૨૦૨૨ નારોજ લેવાનાર જુનીયર કલાર્કની પરીક્ષાનું પેપર મુળ ઓડીશાના જીત નાયક ઉર્ફે શ્રધાકર સહદેવ લુહાનાએ તે હૈદરાબાદ ખાતેના હાઇ – ટેક પ્રેસ કે જ્યાં તે નોકરી કરી રહેલ ત્યાંથી પૈસાની લાલચમાં લાવી આપ્યુ હતું.જેને બાદમાં પ્રદીપ દ્વારા ઓડીશા ખાતે ક્લાસીસ ચલાવતા તેના એક મિત્ર સરોજનો સંપર્ક કર્યો હતો. જેણે આ પેપર તેના સાગરીતો નામે મોરારી , કમલેશ , ફિરોઝ , સર્વેશ , મિન્ટુકુમાર , પ્રભાત તથા મુકેશકુમાર , તમામ રહે. બિહારનાઓ દ્વારા ગુજરાતમાં વેચાણ કરવા સારૂની ચેનલ ગોઠવી આપેલ જે આધારે મિન્ટુકુમાર દ્વારા વડોદરા ખાતેની Pathway Education Service ના એમ.ડી. તથા વડોદરા ખાતે સ્ટેકવાઇઝ ટેકનોલોજી નામની કોમ્પ્યુટર પરીક્ષા સેન્ટર ચલાવતા મુળ રહેવાસી બિહારના ભાસ્કર ગુલાબચંદ ચૌધરી હાલ રહે . વડોદરા તથા અમદાવાદ ખાતે દિશા એજ્યુકેશન ના એમ.ડી. કેતનભાઇ બળદેવભાઇ બારોટ રહે . વડોદરા નાઓનો સંપર્ક કરેલ . જે અંગે ભાસ્કર તથા કેતન દ્વારા આ બાબતે તૈયારી દર્શાવતા ઉપરોક્ત તમામ આરોપીઓ ઓડીશા તથા બિહાર ખાતેથી વડોદરા આવવા રવાના થયેલ તથા મુળ ઓડીશા અને હાલ સુરતમાં રહેતા નરેશ મોહન્તી નાઓને પણ આ સારૂ સાથે લીધેલ . દરમ્યાન ભાસ્કર તથા કેતન દ્વારા તેઓના ગુજરાત ખાતેના અન્ય એજન્ટો નામે હાર્દિક શર્મા , પ્રણવ શર્મા , અનિકેત ભટ્ટ તથા રાજ બારોટનાઓને પણ વડોદરા ખાતે બોલાવી લીધા હતા. ઉપરોક્ત તમામ આરોપીઓ વડોદરા ખાતેની ભાસ્કર ચૌધરીની સ્ટેકવાઇઝ ટેકનોલોજીની ઓફીસ ઉપર ભેગા થયા હતા. જ્યાં ગુજરાત એ.ટી.એસ. દ્વારા રેઇડ કરવામાં આવેલી. જેમાં ૧૫ આરોપીઓને લીક થયેલ પેપર સાથે પકડી પાડેલ તથા તપાસ દરમ્યાન પેપર લીકના અન્ય ૪ આરોપીની ધરપકડ કરવામાં આવેલ . જે અંગે ગુજરાત એ.ટી.એસ. ખાતે ઇ.પી.કો. કલમ ૪૦૬ , ૪૦૯ , ૪૨૦ તથા ૧૨૦ ( બી ) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે . જેમાં તા .૨૯ / ૦૧ / ૨૦૨૨ ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર જુનીયર કલાર્ક ( વહીવટ / હિસાબ ) વર્ગ -૩ ની પરીક્ષાનું પેપર લીક કરનાર આંતર રાજ્ય ગેંગના કુલ ૧૯ જેટલા આરોપીઓ તથા એજેન્ટોની ધરપકડ કરવામાં આવેલ જેઓ ત્યાર બાદથી હાલ સુધી જ્યુડીશીયલ કસ્ટડીમાં છે .
આ પેપર લીક કેસના મુખ્ય આરોપી ભાસ્કર ચૌધરીની વડોદરા ખાતેની સ્ટેકવાઇઝ ટેકનોલોજી ઓફીસ પર રેઈડ દરમ્યાન તેની ઓફીસ ખાતેથી તથા આ કેસમાં સંડોવાયેલ અન્ય આરોપી એજન્ટોના વાહનોમાંથી આ ધરપકડ કરેલ પરીક્ષાર્થીઓના , તા .૨૯ / ૦૧ / ૨૦૨૨ ના રોજ લેવાનાર જુનીયર કલાર્કની પરીક્ષાના કોલલેટર , કોરા ચેક , અસલ સર્ટીફીકેટ તથા અન્ય દસ્તાવેજો મળી આવેલ .
ભવિષ્યમાં કોઇ પરીક્ષાર્થી આવા પેપરલીક કરવાનો પ્રયત્ન ન કરે તે માટે આ પકડાયેલ તમામ પરીક્ષાર્થીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તથા અન્ય સત્તાધિશોને જાણ કરવામાં આવેલ છે .
ગુજરાત એ.ટી.એસ. દ્વારા પેપર લીક સાથે સંકળાયેલ 30 જેટલા આરોપી પરીક્ષાર્થીઓની તથા પેપરલીક ગેંગના 19 એમ કુલ -49 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.
આ ધરપકડ કરેલ પરીક્ષાર્થીઓની વધુ પુછપરછ કરતા પરીક્ષાર્થીઓને વડોદરા ખાતે સ્ટેકવાઇઝ ટેકનોલોજીની ઓફીસ ખાતે જુનીયર કલાર્કની પરીક્ષાના આગળની રાત્રે જુનીયર કલાર્કની પરીક્ષામાં પુછાનાર પ્રશ્નોની વિગતો આપવામાં આવનાર હતી જેના બદલામાં તેઓ દ્વારા પેપરલીકના આરોપીઓને ૧૨ થી ૧૫ લાખ રૂપીયા આપવાના નક્કી કરવામાં આવેલ . ઉપરોક્ત મળેલ જુનીયર કલાર્કની પરીક્ષાના કોલલેટર , કોરા ચેક , અસલ સર્ટીફીકેટ તથા અન્ય ટેકનિકલ પુરાવાના આધારે નીચે મુજબના પરીક્ષાર્થીઓની ધરપકડ કરવામાં આવેલ છે .
1 નિમેષ જીતેન્દ્રભાઇ કોલચા ઉ.વ .૨૫ રહે.ગામ – સાલોજ તા.જેતપુર પાવી જિલ્લો – છોટાઉદેપુર
2 ધ્રુવકુમાર ઉમેશભાઇ પટેલ ઉ.વ .૨૭ રહે . ર ૧૨ , પ્રથમ રેસીડેન્સી , વાધોડીયા રોડ , વડોદરા મુળ વતન- ગામ ભાટપુર તા.સંખેડા જિલ્લો – છોટા ઉદેપુર
3 વિજયભાઇ ગોવિંદભાઇ રાઠવા ઉ.વ .૩૩ રહે.મંદિર ફળીયુ , બારાવાડ તા.જેતપુર જિલ્લો – છોટા ઉદેપુર
4 ત્રિકમભાઇ રમણભાઇ રાઠવા ઉ.વ .૩૩ રહે.મોટા ફળીયા ગામ – મોટી આમરોલ તા.જેતપુર પાવી , જિલ્લો- છોટા ઉદેપુર
5 સુનીલકુમાર પોપટસિંહ રાઠવા ઉ.વ .૩૬ રહે . બારીયા ફળીયુ ગામ- ડુંગરવાટ , તા.જેતપુર પાવી જિલ્લો- છોટા ઉદેપુર
6 હાર્દિકકુમાર કૃષ્ણકાંત બારીયા ઉ.વ .૨૩ રહે . એ / ૬ , સમર્પણ સોસાયટી , હાલોલ રોડ , બોડેલી તા.બોડેલી જી . છોટા ઉદેપુર મુળ વતન- ટાંકી ફળીયુ . ગામ તાડકાછલા તા.બોડેલી જી . છોટાઉદેપુર
7 દેવેન્દ્રસિંહ નરશીભાઇ રાઠવા ઉ.વ .૨૮ રહે . બી -૮ , રૂમ નં . ૬ , માલા કોલોની , રેલ્વે સ્ટેશનની સામે , તા . જેતપુર જિલ્લો- છોટા ઉદેપુર મુળ વતન- ગામ- આંબાલગ , પો.સ્ટ સજવા તા.જેતપુર પાવી , જિલ્લો- છોટાઉદેપુર
8 અરવિંદભાઇ વિછીયાભાઇ ભોહા ઉ.વ. ૩૧ હાલ રહે . પધ્ધર ગામ , સાઇના ક્લેસ માટીના પ્લાન્ટમાં તાનસિંગભાઇના કોન્ટ્રાક નીચે તા.ભચાઉ જિલ્લો ભુજ મુળ વતન- નવાપુરા ફળીયુ ગામ- ખંગેલા તા.જિ. દાહોદ
9 ચેતનભાઇ ઇશ્વરભાઇ ત્રિવેદી ઉ.વ .૩૧ રહે.આરાધના સોસાયટી , ચામુંડા મંદિર પાસે , ગોધરા રોડ , તા.જિ.દાહોદ મુળ વતન- બસ સ્ટેશન ફળી , ગામ- ખડોલી તા.ખાનપુર જી.મહીસાગર
10 ભાવેશ રમેશભાઇ બારીયા ઉ.વ .૩૦ રહે . ગામ નિશાળ ફળીયુ ડુગરભેદ ગામ- સાકરીયા તા.સીંગવડ જિલ્લો- દાહોદ
11 રાકેશકુમાર ગજસિંગભાઇ ડામોર ઉ.વ. ૩૯ રહે . ખરશોળ ફળીયુ ગામ- રૂપા ખેડા પોસ્ટ પ્રથમપુર તા.ઝાદોદ જિલ્લો- દાહોદ
12 લક્ષ્મણભાઇ મનસુખભાઇ હઠીલા ઉ.વ .૨૭ રહે . ગામ – ભે ગાળા ફળીયુ તા.ગરબાડા જિલ્લો દાહોદ
13 અર્જુનસિંહ ભગતસિંહ ચૌહાણ ઉ.વ .૨૮ રહે . રેલ્વેપુરા ફળીયુ , નાની દાઉ તા.જિલ્લો મહેસાણા
14 જયદીપ બાબુભાઇ ચૌધરી ઉ.વ .૨૯ રહે . બી -૬૨ , માનસી સોસાયટી , વસ્રાલ રોડ , અમદાવાદ મુળ વતન- ગામ- સમૌ તા.માણસા જી.ગાંધીનગર
15 હરીઓમ મનુભાઇ દેસાઇ ઉવ .૨૫ રહે . ગામ મહીયલ રબારીવાસ તા.તલોદ જિલ્લો સાબરકાંઠા
16 વિપુલ કનુભાઇ દેસાઇ ઉવ .૨૯ રહે . મકાન નંબર બી / ૮-૯ , રોયલ પાર્ક સોસાયટી , મહેતા પેટ્રોલ પંપની બાજુમાં તા.તલોદ જિલ્લો સાબરકાંઠા મુળ વતન- ગામ બાદરજીના મુવાડા રબારી વાસ તા.તલોદ જિલ્લો સાબરકાંઠા
17 સંજયભાઇ ગોમલાભાઇ સંગાડા ઉ.વ. ૩૦ રહે . ઘાટીફળીયુ ગામ- ડુંગરી તા.ઝાલોદ જિલ્લો દાહોદ
18 રોહીતભાઇ ગુમાનભાઇ વગીલા ઉ.વ. ૨૪ રહે . ઘાટીફળીયુ ગામ- ડુંગરી તા.ઝાલોદ જિલ્લો દાહોદ
19 આકાશ અરવિંદભાઇ પટેલ ઉ.વ .૨૩ રહે .૮૧ , ઘનશ્યામનગર સોસાયટી , બાયડ તા.બાયડ જિલ્લો – અરવલ્લી
20 ઉત્સવ નિતીનભાઇ પટેલ ઉ.વ .૨૩ રહે.ગામ- આણંદ જુના મેડીકલની સામે તા.ધન જિલ્લો – અરવલ્લી
21 આકાશ જશુભાઇ પટેલ ઉ.વ .૨૧ રહે .૩ , ગાયત્રીનગર સોસાયટી , બાયડ તા.બાયડ જિલ્લો અરવલ્લી
22 સ્મીત સુરેશભાઇ પ્રજાપતિ ઉ.વ .૨૨ રહે . ડેરીવાળુ ફળીયુ , ગામ – ઝેરી તા.કપડવંજ જિલ્લો – ખેડા
23 જીગર પીઠાભાઇ રામ ઉ.વ .૨૫ રહે.દીપાંજલી -૨ , ગિરીરાજ પાર્ક , ટીંબાવાડી જુનાગઢ
24 નિશા D / ૦ અરવિંદભાઇ પટેલ ઉ.વ ૨૬ રહે . બી / ૦૫ ગોલ્ડનસીટી , સુજાતપુરા રોડ , કડી જિલ્લો – મહેસાણા મુળ વતન- ગામ દેવગઢ માઢવાસ તા . બેચરાજી જિલ્લો- મહેસાણા
25 દિપક્ષિકાબેન પ્રકાશભાઇ પટેલ ઉ.વ ૨૭ રહે.મુ.પોસ્ટ – ખંભીસર તા.મોડાસા જિલ્લો – અરવલ્લી
26 નીધી જનકભાઇ પટેલ ઉ.વ .૨૮ રહે.મુ.પો.પ્રેમપુરા , સ્વામીનારાયણ મંદિર પાસે , તા . હિંમતનગર , જી.સાબરકાંઠા
27 મીતલબેન અરવિંદભાઇ પટેલ ઉ.વ .૨૫ રહે.ગામ- લુહારના મુવાડા તા.કડાણા જી . મહીસાગર મુળ વતન- ગામ ધોળીધાટી પો.સ્ટ . માલવણ તા.કડાણા જી . મહીસાગર
28 લક્ષ્મીબેન બચુભાઇ રાઠોડ ઉ.વ. ૩૬ રહે.ગોકુલ સોસાયટી , ચાકલીયા રોડ , દાહોદ જિલ્લો દાહોદ
29 પ્રિયંકા કૃષ્ણકાંત બારીયા ઉ.વ. ૨૭ રહે . એ / ૬ , સમર્પણ સોસાયટી , અલીપુરા હાલોલ રોડ બોડેલી છોટા ઉદેપુર મુળ વતન- ગામ- તાડકાછલા ટાંકી ફળીયા તા.બોડેલી જિલ્લો- છોટા ઉદેપુર
30 રીનાબેન મોહનસિંહ બારીયા ઉ.વ .૩૦ રહે . નાની બાંડીબાર તા.લીમખેડા , જી.દાહોદ
આમ ઉપરોક્ત ૩૦ પરીક્ષાર્થીઓની ધરપકડ કરવામાં આવેલ છે તથા આ પેપર લીક સાથે સંકળાયેલ બાકી રહેલ પરીક્ષાર્થીની ધરપકડ કરવાની તપાસ / તજવીજ ચાલુ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here