પંચમહાલ જિલ્લામાં જ્ઞાનશક્તિ દિવસની ઉજવણીના ભાગરૂપે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને ગોધરામાં ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ખાતે કાર્યક્રમ યોજાયો

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને નમો ઈ-ટેબ્લેટ, શોધ નિબંધ સ્કોલરશીપ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત વિવિધ લાભોનું વિતરણ કરાયું

પંચમહાલ જિલ્લામાં જ્ઞાનશક્તિ દિવસ નિમિત્તે પાંચ સ્થળોએ ઉજવણી કાર્યક્રમો યોજાયા. ઘોઘંબા તાલુકામાં ભીલોડ ખાતે ધારાસભ્યસુશ્રી સુમનબેન ચૌહાણની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો ઉજવણી કાર્યક્રમ યોજાયો

ઘોઘંબા તાલુકાના કણબીપાલ્લી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી, ગોધરા તાલુકાના ખજૂરી ખાતે ધારાસભ્યશ્રી જેઠાભાઈ આહીર, મોરવા હડફ તાલુકાના સાલિયા ખાતે ધારાસભ્ય નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરાઈ

ઘોઘંબા તાલુકાના કણબીપાલ્લી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી, ગોધરા તાલુકાના ખજૂરી ખાતે ધારાસભ્યશ્રી જેઠાભાઈ આહીર, મોરવા હડફ તાલુકાના સાલિયા ખાતે ધારાસભ્યસુશ્રી નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરાઈ

જિલ્લામાં 19 શાળાનાં 95 વર્ગખંડો, 02 હોસ્ટેલ બિલ્ડિંગ, 126 જ્ઞાનકુંજ પ્રોજેક્ટના કુલ 388 વર્ગખંડો, 03 શાળાઓમાં આઈસીટી કોમ્પ્યુટર લેબ સહિત કુલ રૂ. 1980.72 લાખની શૈક્ષણિક સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here