રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે નમો કિશાન પંચાયત કાર્યક્ર્મ સાંસદ મનસુખ વસાવાની આગેવાનીમાં યોજાયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ભાજપા કિશાન મોર્ચા ને ચૂંટણી આવત પહેલા કામગીરી માં જોત્રયું મોર્ચા ના હોદ્દેદારો ગામે ગામ ફરી ખેડૂતો ને સમજાવટ કરસે

વિધાનસભા ની ચુંટણી ઓ આવતાં ખેડૂતો ના શરણે ખેડુત નાં વિશ્વાસ મેળવવાના ભાજપા દ્વારા પ્રયાસો

રાજ્ય વિધાનસભા ની ચુંટણી ઑના બ્યુગલ ટુંક સમયમાં જ વાગવાના હોય ભારતીય જનતા પાર્ટી દ્વારા મતદારો, વિવિઘ વર્ગો,સહિત વેપારીઓ અને સમાજ ના દરેક વર્ગો ને પોતના તરફે આકર્ષવાના ચક્રો ગતિમાન કર્યાં છે ત્યારે તેમાંથી ખેડૂતો માં ભલે પોષણ શમ ભાવો અને ખાતર ના વધતા ભાવ અંગે નારાજગી પ્રવર્તતી હોય પરંતુ ભાજપા એ ખેડૂતો ને પોતાના તરફ કરવા અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે,જેમાં નમો કિસાન પંચાયત નો વધુ એક કાર્યક્રમ આજથી આરંભાયો છે.

દેશ ના સન્માનનીય વડાપ્રઘાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપિતા ગાંઘીજીના સ્વપ્નને સાકાર કરવા અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. દેશના ખેડૂતોને સમૃદ્ધ કરવા સતત પ્રયત્ન કરી રહ્યા છે, નાં સંદેશ સાથે નર્મદા જિલ્લા કિસાન મોરચા દ્વારા આજે રાજપીપળામાં નમો કિસાન પંચાયત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી ના જીવન ની ગાથા રજૂ કરતી એક પ્રદર્શની નું ઉદ્ધઘાટન પણ સાંસદ મનસુખ વસાવા ના હસ્તે કરવામાં આવ્યું હતુ.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે મોદી હતા એ સમયગાળા ને ઉજાગર કરવામા આવી રહયા છે, રાજયના ખેડૂતો માટે કરેલા કામો તેમજ વડાપ્રઘાન બન્યા પછી સતત ખેડૂતોના હિત માટે કરેલ જુદા-જુદા કામોને રાજયના વિવિધ ગામડામાં કિસાન મોરચાના કાર્યકરો ફરી ને હવે માહિતી આપશે.

સાંસદ મનસુખ વસાવાએ સરદાર ટાઉન હોલ ખાતે યોજાયેલ કાર્યક્ર્મ માં તેમના સંબોધનમાં ભાજપે ખેડૂતો માટે કરેલા વિકાસ કાર્યોની ગાથા વર્ણવી હતી , સાથે જ વિરોધ પક્ષો પર પણ નિશાન સાધ્યું અને જણાવ્યું કે અત્યાર સુધી તમામ લોકોએ અને નેતાઓએ ખેડૂત કલ્યાણની ફક્ત વાતો જ કરી છે. પરંતુ ભાજપ જ એકમાત્ર એવી પાર્ટી છે કે જેમણે ખેડૂતોના કલ્યાણ માટે ખરા અર્થમાં નક્કર કામગીરી કરી છે. ગુજરાતમાં 15 લાખ ખેડૂતોને વગર વ્યાજે લોન આપવામાં આવી છે. ગુજરાતના ખેડૂતો પાછળ 400 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમને નામ લીધા વગર વિપક્ષો પર પ્રહાર કરતા જણાવ્યું કે અન્ય પાર્ટીઓ ખેડૂતોના નામે ફક્ત રાજનીતિ કરે છે, ખોટા લાંછન અને આરોપો લગાવે છે.હવે ગામડે ગામડે જઈ ને નર્મદા જિલ્લા ના કિશાન મોર્ચા ના કાર્યકરો ખેડૂતો ના લાભ ની વાતો ખેડૂતો ને સમજાવશે ની પણ તૈયારીઓ શરૂ કરવામા આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here