સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમા આદિવાસીઓની જમીનો પડાવી લેવા નેતાઓ અઘિકારીઓ સાથે કારસો રચતાં હોવાનો સાંસદ મનસુખ વસાવાનો ધડાકો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

કોંગ્રેસ ભેગુ કરવામા ઘર ભેગી થયી આપણા લોકો આવું કરશે તો આપડે પણ …. કહી ભાજપા ના આગેવાનો સામે આડકતરી આંગળી ચીંધતા સાંસદ

રાજપીપલા ના સરદાર ટાઉન હોલ ખાતે ભાજપ સાંસદ મનસુખ વસાવા એ આજરોજ ભાજપ કિસાન મોર્ચા આયોજિત નમો ખેડુત પંચાયત કાર્યક્ર્મ માં ભારે મોટો ધડાકો કરી ને આડકતરી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારોમાં ભાજપા ના આગેવાનો ગરીબ આદિવાસીઓ ની જમીનો ખરીદતા હોવાનો ધડાકો કર્યો હતો.

ભાજપા આયોજિત કાર્યક્રમમાં મનસુખ વસાવાએ ભાજપના કાર્યકરોને ટકોર કરતા જણાવ્યું હતું કે માત્ર હો હૈયા કરવાથી પક્ષ નહિ ચાલે તેમાટે કામગીરી કરવી પડશે , ખેડુત કલ્યાણ ની કામગીરીઓ પણ કરવી પડશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની ખેડૂતોની જમીનો વેચવા અધિકારીઓ સાથે કેટલાક નેતાઓ સાંઠ ગાંઠ કરે છે, એવા નેતાઓને ખુલ્લા પાડવા પડશે, નો ધડાકો સાંસદ મનસુખ વસાવા એ કરતાં મંચ સહિત ટાઉન હોલ માં ઉપસ્થિત સહુ ચોંકી ગયા હતા, આવી પ્રવુતિઓ કોઈ પણ સંજોગોમાં શાંખી નહિ લેવાય નું સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું આ વિસ્તારમાં ઘણાં લોકો એવા છે જે બિલ્ડર લોબી સાથે સાંઠ ગાંઠ કરીને જમીનની દલાલી કરે છે.જેમાં તલાટી-મામલતદારથી લઈને ગાંધીનગર સુધીની મોટી લિંક કામ કરે છે.કોંગ્રેસનાં લોકો ભેગુ કરવામાં જ ઘરે ગયા જો આપણા લોકો ભેગુ કરવામાં રહ્યા તો પ્રજા ઘરે મોકલી દેશે.સરકાર ખેડૂતોની જમીન લે એનું વળતર પહોંચાડવાની જવાબદારી આપણી છે. લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈનું નામ હોઈ તો પારદર્શક વહિવટ પણ કરવો જોઈએ.

નર્મદા જિલ્લામાં બિલ્ડર લોબીએ અધિકારીઓ સાથે મળી 73(AA) નો ભંગ કરી નિયમો નેવે મૂકી જમીનો રાખી છે, મોટા મોટા માથાઓ આમાં સંડોવાયેલા છે.હુ વિકાસમાં માનું છું પણ નિયમોનું પણ પાલન થવું જોઈએ, જો નિયમોનું પાલન નહિ થાય તો આદિવાસીઓ ખેડૂત તરીકે મટી જશે, એમને મજૂરી પણ નહિ મળે નું જણાવી સહુને અચંબા માં નાખ્યા હતા.અને આડકતરી રીતે ભાજપા ના જ આગેવાન અને નેતાઓ સામે આંગળી ચીંધી હતી.

સાંસદ મનસુખ વસાવા એ જાહેર કાર્યક્ર્મ માં આદિવાસીઓ ની જમીનો નો આ વિકટ પ્રશ્ન ઉઠાવતા આ સમગ્ર પ્રકરણ હવે તપાસ નો વિષય બની ગયો છે, શું આ મામલે યોગ્ય કક્ષા એ થી આદિવાસીઓ ની જમીનો કોણે ખરીદી તેની કોઈ તપાસ હાથ ધરવામાં આવશે ખરી????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here