રાજપીપળા સબ રજીસ્ટ્રાર ઓફિસના રજીસ્ટ્રાર દિલીપ તેરૈયા રુપિયા 2000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા..

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જીલ્લા લાંચ રૂશ્વત વિરોધી શાખા એ ફરિયાદ મળતા છટકું ગોઠવી રજીસ્ટ્રાર ને ઝડપી પાડતા સરકારી આલમમાં ચકચાર

મિલ્કતો ના દસ્તાવેજો ની નોંધણી પેટે ફરિયાદી પાસે થી રુપિયા 2000 ની કરેલી માંગ

ગુજરાત મા છેલ્લા 8 મહિનાઓ મા લાંચ લેતા 174 સરકારી કર્મચારીઓ ઝડપાયા

રાજપીપળા ખાતે ની સબ રજીસ્ટ્રાર ઓફિસમાં રજીસ્ટ્રાર તરીકે ની ફરજ બજાવતા દિલીપ તેરૈયા ને આજરોજ મોડી સાંજે છટકું ગોઠવી નર્મદા જીલ્લા લાંચ રૂશ્વત વિરોધી શાખા એ રુપિયા 2000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડતા સમગ્ર સરકારી આલમમાં ચકચાર મચી જવા પામી છે.

લાંચરૂશ્વત વિરોધી શાખા એ ફરિયાદી તરીકે સહકાર આપનાર ડિકોયર એક જાગૃત નાગરિક તરીકે જાહેર કરેલ છે.

આરોપી દિલીપકુમાર લાભશંકરભાઈ તેરૈયા, સબ રજીસ્ટ્રાર વર્ગ – ૩ , સબ રજીસ્ટ્રારની કચેરી નાંદોદ,જીલ્લો – નર્મદા- રાજપીપળા નાઑનો પોતાની કચેરી મા દસ્તાવેજો ની નોંધણી કરવા આવનાર અરજદારો પાસે નાણાં ની માગણી કરતો હોલાની અનેક ફરિયાદો ઉઠી હતી , ત્યારે આજરોજ લાંચની માંગણીની રકમ રૂ. 2000 સ્વીકારતા ઝડપાયો હતો. સબ રજીસ્ટ્રારની કચેરી, નાંદોદ જિલ્લો – નર્મદા- રાજપીપળા માજ લાંચ રૂશ્વત વિરોધી શાખા એ આરોપી ને રંગેહાથ લાંચ ની રકમ સાથે ઝડપી પાડયો હતો .

એસીબી નર્મદા- રાજપીપળાને એવી આધારભૂત માહિતી મળેલ કે સબ રજીસ્ટ્રારની કચેરી નાંદોદ ખાતે દસ્તાવેજની નોંધણી માટે આવતા અરજદારો પાસે રૂ.500 થી રૂ. 2000 ની લાંચની માંગણી કરતા હોવાનું અને આ લાંચની રકમ ના આપે તો અરજદારોને ધક્કા ખવડાવી સમયસર દસ્તાવેજ નોંધણી નહીં કરતા હોવાની આધારભૂત માહિતી મળેલ જે હકીકતની ખરાઈ કરવા અને જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા આજરોજ સહકાર આપનાર ડિકોયરનો સંપર્ક કરી સબ રજીસ્ટ્રારની કચેરી નાંદોદ, રાજપીપલા ખાતે લાંચના ડિકોય છટકાનું આયોજન કરતા આરોપી દિલીપકુમાર લાભશંકર તેરૈયા, સબ રજીસ્ટ્રાર, વર્ગ-૩ નાઓ સહકાર આપનાર ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચ-1 ની હાજરી માં દસ્તાવેજ કરી આપવાના અવેજ પેટે લાંચની રકમ રૂ. 2000 ની માંગણી કરી, સ્વીકારી રંગે હાથ નર્મદા જીલ્લા લાંચ રૂશ્વત વિરોધી શાખા ના હાથે ઝડપાઈ ગયો હતો.

સબ રજીસ્ટ્રાર ને લાંચ ના છટકામાં ઝડપી પાડવામાં ડિકોય કરનાર અધિકારી બી. ડી. રાઠવા પોલીસ ઇન્સ્પેક્ટર, નર્મદા એ.સી.બી. પોલીસ સ્ટેશન ના ઓએ જોરદાર છટકું ગોઠવ્યું હતું અને એસ.એસ. ગઢવી મદદનીશ નિયામક વડોદરા એકમના માર્ગદર્શન થી સમગ્ર ટ્રેપ ને અંજામ સુધી પહોંચાડવામા આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત મા છેલ્લા 8 મહિનાઓ દરમ્યાન લાંચ રૂશ્વત વિરોધી શાખા એ છટકું ગોઠવી ને 174 લાંચિયા સરકારી કર્મચારીઓ ને લાંચ રૂશ્વત વિરોધી શાખા એ ઝડપી પાડયા છે અને રુપિયા 56 કરોડ ની બેનામી મિલ્કતો પણ મળી આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here