છોટાઉદેપુર નગરમાં વિશ્વ યોગ દિવસ અંતર્ગત પ્રજામાં યોગ વિષે જાગૃતી આવે તે માટે પોલીસ વિભાગ દ્વારા બાઈક રેલી યોજાઇ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સમગ્ર વિશ્વ માં ૨૧ જૂન ને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે. યોગ ની મહત્વતા સમજાવતો આ વિશ્વ યોગ દિવસ ની સમગ્ર ભારત માં મોટાં શહેરો થી નાના ગામડા ઓ સુધી દરેક સ્થળે યોગ કરી ઉજવવામાં આવે છે. વિશ્વ યોગ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે પ્રજામાં જાગૃતિ આવે અને ઘર ઘર યોગ ની થીમ સાથે … દરેક ઘરે યોગ થાય તેવાં શુભાશય થી છોટા ઉદેપુર પોલીસ વિભાગ દ્વારા બાઈક રેલી યોજાઇ હતી. આ રેલી પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા ની અધ્યક્ષતા માં છોટા ઉદેપુર નગર ના પેટ્રોલ પંપ ચાર રસ્તા થી છોટા ઉદેપુર નગર ના મુખ્ય માર્ગો ઉપર થઈ પરત ફરી હતી. જેમાં પોલિસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક સહીત તમામ અધિકારી તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here