રાજપીપળા પાસેના જુના રામપુરાની પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું બાલિકા અને ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયુ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

પ્રાથમિક શાળાના પટાંગણમાં જનજાગૃતિ અભિયાન અંતર્ગત આરોગ્ય, આઈ.સી.ડી.એસ અને અન્ય વિભાગોનું પ્રદર્શન કમ સાહિત્ય ગ્રામજનોને જાગૃતિ અર્થે ઉપલબ્ધ કરાયું

ગ્રામજનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના શપથ લેવાયા – ડ્રોન દ્વારા ખેડૂતના ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ કરવામાં આવ્યો

એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં ગતરોજ તા. ૧૫ મી નવેમ્બરે ભગવાન બિરસામુંડાના જન્મદિને જનજાતિય ગૌરવ દિવસે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઝારખંડ ખાતેથી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અંબાજી ખાતેથી રાજ્યવ્યાપી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાથોસાથ આપણા નર્મદા જિલ્લામાં પ્રભારીમંત્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં વહિવટીતંત્રના અધિકારીઓની હાજરીમાં વડીયા ખાતેથી જિલ્લાના ગામોમાં રથ પરિભ્રમણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી.

ગઈકાલે વડીયા, કરાંઠા ગામ ખાતે રથ ફરીને જાગૃતિ સંદેશ પ્રસરાવ્યો હતો. આજે આ રથ નાંદોદ તાલુકાના જુના રામપુરા ગામ ખાતે આવી પહોંચતા ગ્રામજનોની ઉપસ્થિતિમાં શાળાની બાલિકાઓ દ્વારા રથનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વેળાએ જિલ્લામાંથી આરોગ્ય વિભાગના અધિકારી જનકકુમાર માઢક તથા નાયબ માહિતી નિયામક અરવિંદભાઈ મછાર, રથ સાથે સંકળાયેલ નોડલ અધિકારી અને સ્થાનિક ગ્રામ્ય લેવલના કર્મચારીઓ, આંગણવાડી વર્કરો,આશાવર્કરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આ સ્થળે સૌએ શપથ ગ્રહણ કર્યા હતા.

જય ખોડીયાર મિશન મંગલમ જૂથના પ્રમુખ શ્રીમતી ઉર્મિલાબેન સુમનભાઈ તડવી દ્વારા સફળ વાર્તા રજૂ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, અમે ગામની ૧૦ બહેનો દ્વારા બચત કરીને જરૂરિયાત મુજબ બહેનોને શિક્ષણ, કુટુંબ ખર્ચ, સામાજિક પ્રસંગ, ખેતી-પશુપાલન માટે સંકટ સમયે ઓછા વ્યાજે લોન આપીએ છીએ. અમારા મંડળને રૂ. ૨ લાખનું રિવોલ્વિગ ફંડ સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. તે બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

રામપુરા શાળાની બાજુમાં આવેલા ખેડૂત મહેન્દ્રસિંહ ગોહિલના ખેતરમાં જી.એન.એફ.સી રાજપીપલાના સુનિલભાઈ દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ડેમો ખેડૂતના ખેતરમાં નેનો યુરિયા લિક્વિડનો કપાસના પાકમાં છંટકાવ કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન કાર્ડ. આભા કાર્ડ ૮૩૮, પીએમજેવાય કાર્ડ ૮૨૮, સિકલસેલ તપાસ ૫૨૬, બીનચેપી રોગની તપાસ ૪૮૯ અને ક્ષય નિદાન કાર્યક્રમ અંતર્ગત ગામના ૮૩૮ લોકોને આરોગ્ય વિભાગ દ્વારા સેવા પ્રદાન કરવામાં આવી છે. અને સો ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, તેમ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી માઢક દ્વારા જણાવવામાં આવ્યું હતું. આંગણવાડીના બહેનો દ્વારા મિલેટ્સમાંથી વિવિધ વાનગી બનાવી પ્રદર્શન કરી હતી.

રામપુરા ગામના તલાટી કમ મંત્રી શ્રીમતી નેહાબેન સોલંકી એ જણાવ્યું કે, આ ગામમાં કુલ ૧૫૫૯ જેટલી વસ્તી છે. તેઓ ગ્રામ પંચાયત થકી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લે છે. આજે સંકલ્પ યાત્રા દ્વારા તેમને વિશેષ જાગૃતિ સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું છે અહી કરવામાં આવેલી યાત્રા સંદર્ભની કામગીરીની રૂપરેખા તેઓએ આપી હતી.

આ યાત્રા દરમિયાન ગામના સરપંચ સોનલબેન તડવી, નોડલ અધિકારી, વિસ્તરણ અધિકારી, આશાવર્કર, તેડાગર, આરોગ્ય કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહી રથમાં ડિજિટલ એલઇડી દ્વારા પ્રસારિત જાગૃતિ સંદેશ ફિલ્મ અને પ્રધાનમંત્ત્રી નો સંદેશો નજરે નિહાળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here