કાલોલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હાનો આરોપીને મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પંચમહાલ-ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નાઓએ આપેલ સુચના મુજબ પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરા નાઓ તરફથી મિલ્કત સબંધી ગુન્હાઓ બનતાં અટકાવવા અને બનેલા વણશોધાયેલા મિલ્કત સબંધી ગુન્હાઓ ડીટેકટ કરવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ હોય જે આધારે નાયબ પોલીસ અધિક્ષક હાલોલ વિભાગ હાલોલ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર હાલોલ સર્કલ નાઓએ માર્ગદર્શન આપેલ હોય. કાલોલ પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૩૬૨૩૧૧૭૯/૨૦૨૩ ઈ.પી.કો. કલમ-૪૫૭,૩૮૦ મુજબનો ગુન્હો ગઈ કાલ તા-૩૦/૧૨/૨૦૨૩ ના રોજ નોંધાયેલ હોય જે ગુન્હાની તપાસમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે ઉપરોક્ત ગુન્હામાં ચોરીમાં ગયેલ સોના-ચાંદીના દાગીના સાથે આરોપી તેની સુઝીકી કંપનીની બર્ગમેન ગાડી નંબર-GJ-17-BS-2222 લઈ કાલોલ થી હાલોલ તરફ સોના-ચાંદીના વેચવા સારૂ જાય છે તેવી મળેલ બાતમી આધારે કાલોલ પોલીસ સ્ટેશન પો.સબ ઇન્સ જે.ડી.તરાલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે કાલોલ બોરૂ ટર્નિંગ પાસે વોચ તપાસમાં હતા તે દરમ્યાન ઉપરોક્ત નંબરવાળી બર્ગમેન ગાડી નં-GJ-17-BS-2222 ઉપર એક ઈસમ બેસી આવતાં તેને ઉભો રખાવી તેનું નામઠામ પુંછતાં તેણે પોતાનું નામ- મોઈન ઉર્ફે ઝફર ઉમરભાઈ કાજી ઉ.વ.૩૦ રહે. કાલોલ પુરૂસોત્તમનગર સોસાયટી તા-કાલોલ જી-પંચમહાલ નો હોવાનું જણાવેલ તેની અંગઝડતી તથા ગાડીના ડીકીમાં તપાસ કરતાં નીચે મુજબનો ચોરીમાં ગયેલ તથા અન્ય મુદ્દામાલ મળી આવેલ. કાલોલ પો.સ્ટે. ના ગુન્હામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે એક આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી અનડીટેકટ ઘરફોડ ચોરીનો ગુન્હો ડીટેકટ કરી પકડાયેલ ઇસમ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here