રાજપીપળા પાસેના કાંદરોજ ગામે આશ્રમ બાંધી સાધુના વેશમા ગાંજાની ખેતી કરતા મહારાજને નર્મદા SOG  પોલીસે ઝડપી પાડયો…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

૧૪.૨૨ લાખની કિંમતના લીલા ગાંજાના છોડ ઝડપી પાડતી નર્મદા SOG પોલીસ

ગાંજાના ૨૩૭ કિલોગ્રામ છોડ પોતાના ખેતરમાં વાવી મુળ એમ.પી. ના મહારાજ ઝડપાતા ચકચાર

નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચના અને માર્ગદર્શન આધારે એન.ડી. પી.એસ.(નારકોટીક્સ) ના કેસો શોધવાની ઝુંબેશ હાથ ધરતા કે.ડી.જાટ પોલીસ ઈન્સ્પેકટર SOG નર્મદા તથા SOG સ્ટાફનાં માણસોએ બાતમીના આધારે  રાજપીપળા પાાસેના કાંદરોજ ગામ ખાતેે ગાજાની ખેેેતી કરતા ફકકડ મહારાજ ઉર્ફે રામદાસ મહારાજ નનુભાઇ લોધીને ઝડપી પાડયો હતો. નર્મદા SOG પોલીસને બાતમી મળેલ કે  મુળ એમ.પી. ના સાજન જીલ્લાનો ફક્કડ મહારાજ કાંદરોજ ગામ ખાતે આશ્રમ બાંધી રહે છે અને ખેતર માં ગાંજાની ખેતી કરે છે જેથી પોલીસે રેઈડ કરી ફક્કડ મહારાજ હાલ રહે,કાંદરોજ,પટેલ ફળીયા, આનંદ ટેકરી તા.નાંદોદ, જી.નર્મદાનાં કબજાના ખેતરમાથી વાવેતર કરેલ લીલા ગાંજાના છોડ નંગ-૨૨૪ તેનું વજન ૨૩૭ કિલો કિ.રૂ.૧૪,૨૨,૦૦૦/-તથા મોબાઇલ નંગ ૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ કિ.રૂ.૧૪,૨૨, ૫૦૦/-સાથે  તેને ઝડપી પાડી આમલેથા પો.સ્ટે.માં એન.ડી.પી. એસ.એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામા આ રીતે ગેરકાયદેસર ગાંજો વાવવાની પ્રવૃતિઓ મોટા પ્રમાણમા ફેલાયેલ છે કાદરોજ ગામનો મહારાજ ઝડપાતા અન્ય કિસ્સાઓ પ્રકાશમા આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here