રાજપીપળા નગરપાલીકા સત્તાધીશોની પ્રશંશનીય કામગિરી – સ્વરછતા માટે અનેરી પહેલ કરી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા નગરપાલિકા એ એડવાન્સ વેરો ભરનાર ને પ્રોત્સાહન નાં ભાગરૂપે ડસ્ટબિન આપ્યા

રાજપીપળા નગર પાલિકા દ્વારા વેરા વસુલાત માટે સામ દામ અને દંડ નાં દરેક હથકંડા અપનાવાય છે જેમાં બાકી વેરા વાળા નાં નળ કનેક્શન કે દુકાનોને શિલ મારવા કાર્યવાહી થઈ છે જ્યારે એડવાન્સ વેરો ભરતા કરદાતા માટે અમુક ટકા રાહત ની પણ યોજના આપી છે, ત્યારે હાલમાં પાલિકા દ્વારા એડવાન્સ વેરો ભરનાર કરદાતા ને પ્રોત્સાહન નાં ભાગરૂપે બે ડસ્ટબિન આપવાની જાહેરાત કરાઈ છે,અને સત્તાધીશો એ એક સરહનીય પગલું ભર્યુ છે.

પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ ના જણાવ્યા અનુસાર પી.એમ. મોદી નાં સ્વચ્છ ભારત અભિયાન ને વેગ મળે તે આશય થી હાલમાં ડસ્ટબિન આપનું શરૂ કર્યું છે જેમાં અગાઉ ગ્રામજનો ને પાલિકા દ્વારા એક એક ડસ્ટબિન અપાયું હતું પરંતુ હાલમાં જે લોકો એડવાન્સ વેરો ભરશે અને રશીદ બતાવશે તેમને સૂકો અને ભીનો કચરો નાખવા પ્રોત્સાહન નાં ભાગરૂપે એક એક ડસ્ટબિન આપવની જાહેરાત કરાઈ છે જેનાથી જેમની પાસે ડસ્ટબિન નહિ હોય તે લોકો ગમે ત્યાં કચરો નહિ નાખી ડસ્ટબિન નો ઉપયોગ કરશે માટે શહેર માં ગંદકી નહિ થાય અને પીએમ મોદી નાં સ્વચ્છ ભારત અભિયાન ને ખરા 3સાર્થક કરવા રાજપીપળા ના નગરજનો પ્રતિબદ્ધ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here