શહેરાના ખોજલવાસા, માતરીયા, ધાધલપુર, મંગલપુર તથા નદીસરમાં ચૂંટણી લક્ષી સર્વે બેઠકો યોજાઈ

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

ગુજરાતમાં ‘આપ’ના આગમનથી રાજકીય વાતાવરણ બદલાયું છે સૌ પરિવર્તન લાવવા તૈયાર છે: દિનેશ બારીઆ

ગુજરાતમાં આવનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણી ખુબ રસપ્રદ બનવા જઈ રહી છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાએથી પણ ચૂંટણી લક્ષી વિવિધ કાર્યક્રમો, આયોજન કરવા સલાહ, સૂચના અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. હાલમાં ગુજરાતમાં રાજકીય વાતાવરણમાં ખુબ બદલાવ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના આગમનથી ગુજરાતમાં રાજકીય પરિવર્તનનો માહોલ બની રહ્યો છે એવું પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું છે.
આજ રોજ શહેરા તાલુકાના વિવિધ ગામોમાં ચૂંટણી લક્ષી સર્વે ની કામગીરી માટે વિવિધ ગામો ખોજલવાસા, માતરીયા, ધાધલપુર, મંગલપુર તથા નદીસર માં બેઠકો રાખવામાં આવી.
જેમાં પૂર્વ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ, શહેરા તાલુકા પ્રમુખ અને કિસાન સમિતિ પ્રદેશ સહમંત્રી અરવિંદભાઈ માછી, જિલ્લા સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ, જાંબુઘોડા તાલુકા પ્રમુખ જયેશ બારીઆ, પૂર્વ જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ તથા ગોધરા શહેરના પૂર્વ પ્રમુખ અજય વસંતાની સહિત કાર્યકરોએ શહેરા તાલુકાના વિવિધ ગામોમાં બેઠકો કરી હતી. જિલ્લા ઑબ્ઝર્વર શ્રીની હાજરી અને માર્ગદર્શન પ્રેરક રહ્યું હતું.
જિલ્લાના પૂર્વ પ્રમુખ દિનેશ બારીઆએ વિવિધ ગામોમાં જઈ બેઠકો કરી અને કાર્યકરોની મુલાકાત કરતાં સૌમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તાલુકાના પ્રમુખ અરવિંદભાઈ માછીએ બેઠકોમાં પ્રેરક ઉદબોધન કર્યું હતું.
આજની સભાઓમાં વિવિધ ગામોમાંથી નવા કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. તા: ૨૭ ના રોજ શહેરા તાલુકામાં રથયાત્રાનું આગમન થવાનું હોય તથા ગામડું બેઠક, સર્વે કામગીરી જેવી ચૂંટણી લક્ષી કામગીરી માટે આમ આદમી પાર્ટીના સૌ કાર્યકરો ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. શહેરા તાલુકા યુવા પ્રમુખ વિજય બારીઆ, તાલુકા ઉપ પ્રમુખ મહેશ બારીઆ, રીટાયર્ડ જમાદાર પ્રતાપસિંહ બારીઆ, રીટાયર્ડ કર્મચારી પ્રતાપસિંહ ચૌહાણ, સામાજિક કાર્યકર રમેશભાઈ પટેલીયા તથા નદીસર થી ભારતસિંહ સહિતના સંગઠનના કાર્યકરોએ આજની બેઠકોને સફળ બનાવી હતી.
પૂર્વ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે, ગુજરાતના લોકોએ સત્તા પરિવર્તન માટે સુનિશ્ચિત કરી લીધું હોય તેવું લોકસંપર્ક માં દેખાય રહ્યું છે. આજની બેઠકોનો દોર કાર્યકરોમાં ઉત્સાહ જગાવનારો બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here