રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી માટે આજરોજ 11 ઉમેદવારો એ ફોર્મ ભર્યા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ

ઉમેદવારી ફોર્મ ભરવાના બે દિવસ દરમ્યાન કુલ 14 અપક્ષ ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી

રાજકીય પાર્ટીઓએ હજુ સુધી પોતાના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી નહોય મુરતીયાઓ અવઢવમા

પાર્ટીઓ ટિકિટ ન આપે તો પણ કેટલાક તો અપેક્ષ ઉમેદવારી નોંધાવવા ના મુડમાં

રાજપીપળા નગરપાલિકાના ચુંટણી ઓ ના પડઘમ વાગી ગયા છે ઉમેદવારી નોંધાવવા માટે ના આજરોજ બીજા દિવસે પણ રાજપીપળાની પ્રાંત અધિકારી ની કચેરી એ ઉમેદવારી ફોર્મ ભરવા માટે ટોળાં ઉમટયા હતા. આજરોજ 11 ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા.

ઉમેદવારી ફોર્મ ભરવાના બીજા દિવસે આજરોજ નગરપાલિકાના પુર્વ પ્રમુખ મીનાક્ષીબેન અટોદરિયા અને નિલેષભાઈ અટોદરિયા એ અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
સ્થાનિક સ્વરાજય ની ચૂંટણીઓ ની જાહેરાત થતા જ નર્મદા જિલ્લા ની એકમાત્ર રાજપીપલા નગર પાલિકા માં ફોર્મ ભરવની શરૂવાત થતા જ ગઈ કાલે 3 અને આજે 11 ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી હતી.

ગતરોજ વોર્ડ નંબર 1 માંથી 2 ફોર્મ ને વોર્ડ નંબર 4 માંથી 1 ફોર્મ ભરાયા છે તો આજે વોર્ડ નંબર 3 માં 1 ફોર્મ તો વોર્ડ નંબર 4 માં 3 ફોર્મ વોર્ડ નંબર 5 માં 1 ફોર્મ વોર્ડ નંબર 6 માં 2 ફોર્મ ને વોર્ડ નંબર 7 માં 4 ફોર્મ ભરાયા છે રાજપીપલા નગરપાલિકા ની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા જાણે ઉમેદવારો નો રાફડો ફાટ્સે આજ દિન સુધી 110 ફોર્મ ઉમેદવારો લઈ ગયા છે. હાલ અપક્ષ ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે પ્રાંત કચેરીએ આવી ફોર્મ અને વિવિધ ડોક્યુમેન્ટ મેળવવા પડાપડી કરી રહ્યા છે.

આજે રાજપીપલા નગર પાલિકા ના વોર્ડ નંબર 7 માંથી માજી નગર પાલિકા પ્રમુખ નિલેશ અટોદરીયા અને તેઓ ના પત્ની ને માજી નગરપાલિકાના પ્રમુખ મીનાક્ષી બેન અટોદરીયા ને સાથે ને ગત ચૂંટણી માં આજ વોર્ડ માંથી ભાજપ માંથી ચૂંટણી લડેલા હરદીપ સિંહ સીનોરા એ આ વખતે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

માજી નગર પાલિકા પ્રમુખ નિલેશ અટોદરીયા એ સમગ્ર શહેર ના વિવિધ વોર્ડ માંથી જન હિત રક્ષક પેનલ બનાવી ને ઉમેદવારો ને મેદાન ઉતારવાની રણનીતિ અપનાવી છે . જે ભાજપા અને કોગ્રેસ બન્ને રાજકીય પક્ષો માટે શીરદૃરદ સમાન બની રહેશે , નિલેશ અટોદરિયા સાથે ની વાતચીત મા તેઓ સવચચછ છબી ધરાવનાર વ્યક્તિઓ ને પોતાની પેનલમાં ઉતારી નગર મા લગભગ 20 થી વધુ ઉમેદવારો ને ચુંટણી લડાવસે નુ જણાવ્યું હતું. તેઓની રણનીતિ સામે ભાજપ ને કોંગ્રેસ કઈ રણનીતિ ગોઠવી ને કયાં ઉમેદવારો ને મેદાન માં ઉતારે છે તેના ઉપર નગરો જનો ની મીટ મંડાઇ છે.

રાજકીય પાર્ટીઓના કેટલાક મુરતીયાઓ તો પોતાને પાર્ટી ટિકિટ ના આપે તો પણ ચુંટણી લડવાનાજ મુડમાં જણાઇ રહયા છે જે રાજકીય પક્ષો માટે તેમણે બનાવેલ ગણિત ને બગાડે તો નવાઈ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here