રાજપીપળા ખાતેની I D F C બેંકમા ફરી એકવાર કોરોના ટેસ્ટીંગ કરવા ધનવંતરી રથના ધામા

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

બેન્કના કર્મચારીઓની બેદરકારી બહાર આવી ગતરોજ ટેસ્ટીંગ કરાતાં બબ્બે કર્મચારીઓના ટેસ્ટ પોઝિટિવ નીકળ્યા છતા બેંકમા જ હાજર !!

બેન્કમા પાછલા બે અઠવાડિયામા જ પાંચ પાંચ કર્મચારીઓ કોરોના પોઝિટિવ નીકળતા ગ્રાહકો સહિત કર્મચારીઓમા ફફડાટ

બેન્કમા કોરોનાના ટેસ્ટીંગ કરાતાં તમામ કર્મચારી ના રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો

રાજપીપળા ખાતેના સ્ટેશન રોડ પર રાધાકૃષ્ણ મંદિર સામે આવેલ આઇ ડી એફ સી બેંકમા ફરજ બજાવતા વધુ બે કર્મચારીઓ એકસાથે કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાનું બહાર આવતાં આજરોજ કોરોના ટેસ્ટીંગ કરવા માટે ધનવંતરી રથે બેંક ખાતે ત્રીજી વારના ધામા નાખ્યા હતા અને બેંકમા ફરજ બજાવતા કર્મચારીઓના કોરોના ટેસ્ટીંગ કરાયા હતા.

ગતરોજ બેંકમા ફરજ બજાવતા કર્મચારી ઓ પૈકી બે કર્મચારીઓના કોરોના ટેસ્ટીંગ કરાયા હતા જેમા બનને કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને જાણ ધનવંતરી રથના તબીબ કૃષ્ણા દ્વારા કરવામાં આવી હતી. તેમ છતાં આ કર્મચારીઓ એ આ મામલાને ગંભીરતાથી લેવાને બદલે હળવાશથી લઇ તેઓની નિષ્કાળજી જોવા મળી હતી, બેંકમા આખો દિવસ હાજર રહ્યા હતા, જેથી આ લોકોના સંપર્કમા આવેલા બેંકના કર્મચારીઓ સહિત ગ્રાહકોમા ભારે ફફડાટ ફેલાયો છે.

મળતી માહિતી અનુસાર રાજપીપળા ખાતેની આઇ.ડી.એફ. સી. ફસ્ટ બેંક મા ફરજ બજાવતા અને ડભોઇ પાસેના ચાંદોદ તરફથી રાજપીપળા અપડાઉન કરતા કર્મચારીઓ કોરોના પોઝિટિવ નીકળતા બેંક ખાતે અન્ય કર્મચારીઓની સુરક્ષાને ધ્યાને રાખીને ધનવંતરી રથ બોલાવી બેંકમા ફરજ બજાવતા કર્મચારીઓના કોરોના ટેસ્ટીંગ કરાયા હતા જેમા તમામ કર્મચારીઓના રિપોર્ટ નેગેટિવ આવતા બેંક સતાધિશો એ હાશકારો અનુભવ્યો હતો.

જોકે બેંક સતાધિશોને ગતરોજ જ પોતાના કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાની જાણકારી મળી હતી છતાં પણ બેંક આજરોજ રાબેતામુજબ જ શરું કરાઇ હતી. કોરોના પોઝિટિવના કેસ કર્મચારીઓ મા બહાર આવ્યા છતા સેનેટાઇઝેશન સહિતની કોઈ પણ કામગીરી કરાઇ નહોતી. આવુ કેમ ? લોકોના સ્વાસ્થય સાથે ચેડાં કરતી આવી સંસ્થાઓ સામે શું આરોગ્ય વિભાગ દ્વારા કોઇ પગલાં ભરવામા આવસે ખરા ?? કે પછી સબ સલામત હોવાનો ડોળ કરવામાં આવસે. સંલગ્ન અધિકારીઓ આ મામલે ગંભીરતા દાખવે એ ખુબજ જરુરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here