કાલોલ શહેરમાં મહાત્મા જ્યોતિબા ફુલે જન્મજયંતિની થયેલી ઉજવણી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

સન.૧૮૪૮માં યુવતીઓ માટે ભારતમાં સૌ પ્રથમવાર શાળા શરૂ કરનાર મહાન ક્રાંતિકારી,વિચારક અને સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલેના જન્મ દિવસની ઉજવણી ના ભાગરૂપે કાલોલ સ્થિત ડેરોલ સ્ટેશન રોડ ખાતેના ધારાસભ્ય ના જન સંપર્ક કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યકમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ શહેર સહિત તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને જ્યોતિબા ફુલેના જીવન વિશે તેમના કાર્યો વિશે જાણકારી આપી હતી. જ્યોતિબા ફૂલેનો જન્મ ૧૧ એપ્રિલ ૧૮૨૭ ના રોજ પુણેમાં ગોવિદરાવ અને ચીમનાબાઈ ના ઘેર થયો હતો. તેમના પરિવારજનો પેશ્વાઓ માટે ફૂલ વેચવાનો વ્યયસાય કરતા હતા.મરાઠીમાં તેને”ફુલે”કહેવામાં આવે છે.જે તેમની ઓળખ બની.આ ઉપરાત તેમની જીવનની સિદ્ધિઓ વિશે ની વિસ્તૃત માહિતી જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ડો.યોગેશકુમાર પંડ્યા અને શહેર ભાજપ પ્રમુખ ગૌરાંગભાઇ દરજી દ્વારા આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાલોલ શહેર ભાજપ મહામંત્રી પ્રતિક શાહ અને હર્ષ કાછીયા શહેર ભાજપ ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ દરજી સાથે કાલોલ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા એડવોકેટ તેમજ કાલોલ શહેર લઘુમતી મોરચાના પ્રમુખ ઇકબાલશા દીવાન તેમજ કાલોલ શહેર સહિત તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીજ્યોતિબા ફૂલે ને ફુલહાર અર્પણ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here