નર્મદા જીલ્લા ના સેલંબા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૨મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે બાબાસાહેબ ની પ્રતિમાનું અનાવરણ કરાશે

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સાંસ્કૃતિક રેલી યોજી આદિવાસી સહિત દલિત સમાજ સહિત તમામ વર્ગ ના લોકો ને બંધારણીય હક્કો માટે જાગૃતિ કેળવવાનો પ્રયાસ

નર્મદા જીલ્લા ના સાગબારા તાલુકાના સેલંબા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૨મી જન્મજયંતીની ઉજવણી સાથે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ નો કાર્યક્રમ ડો.બાબા સાહેબ આંબેડકર ચોક સેલંબા ખાતે રાખવામાં આવેલ છે.

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના વેપારી મથક સેલંબા ખાતે ભારત દેશના બંધારણના ઘડવૈયા, ભારત રત્ન સિમ્બોલ ઓફ નોલેજ ડો. બાબાસાહેબ આંબેડકર ની ૧૩૨ મી ઉજવણી ની સાથે ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા નો અનાવરણ નો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. ડો. બાબાસાહેબ આંબેડકર ની ૧૩૨ મી ઉજવણી તા.૧૪/૪/૨૦૨૩ ના શુક્રવારના રોજ સાંજે ૪ વાગ્યાથી ૮ વાગ્યા સુધીમાં રાખવામાં આવેલી છે. આ પ્રતિમા અનાવરણ ના યોજાનારા કાર્યક્રમ માં તા. ૧૪/૪/૨૦૨૩ ના રોજ સાંજ ના ૪ વાગ્યાથી ૬ વાગ્યા સુધી બિરસા મુંડા ચોકથી ડો.બાબાસાહેબ આંબેડકર ચોક સુધી
સાંસ્કૃતિક રેલી નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સાંજે ૬ વાગ્યા થી ૬:૩૦ વાગ્યામાં પ્રતિમાનું અનાવરણ થનાર છે. બાદ ૬:૩૦થી ૮ વાગે ડો.બાબાસાહેબ આંબેડકર ચોક ખાતે જાહેરસભા બાદ સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડૉ. ભીમરાવ આંબેડકર રામજી સ્મારક સમિતિ એ મોટી સંખ્યામાં લોકો ને ઉપસ્થિત રેહવા આહવાન કર્યું છે, હાલ આ કાર્યક્રમની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here