છોટાઉદેપુર ઓરસંગનદીમાં બનાવેલા ચેકડેમ પાસે બે બાળકો ડૂબી જતાં મોતને ભેટ્યા

છોટાઉદેપુર, સકીલ બલોચ ;-

છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ જતા ઓરસંગ બ્રિજ આવેલ છે. બ્રિજ તરફ જતા ઓરસંગ બ્રિજ પાસે ચેકડેમ બનાવવામાં આવ્યો છે. જ્યાં ડોન બોસ્કો સ્કૂલના બે બાળકો નાહવા પડતા અચાનક ડૂબી ગયા હતા. અને મોત ને ભેટ્યા છે. સમગ્ર ઘટના બનતા નગર તથા છોટાઉદેપુર જિલ્લામાં ચકચાર મચી ગયો છે.
છોટાઉદેપુર ઓરસંગ નદીમાં બનાવવામાં આવેલ ચેકડેમ પાસે ડોન બોસ્કો સ્કૂલના ત્રણ બાળકો ગયા હતા. જ્યાં પાણી વધારે ઊંડું હોય ત્રણ માંથી 2 બાળકો પાણીમાં નાહવા પડતા ડૂબી ગયા હતા. જ્યારે બુમાબુમ થતા યુવાનો દ્વારા દોડીને,બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ બચાવનો પ્રયત્ન સફળ નીવડ્યો નહિ અને બે બાળકો મોતને ભેટ્યા છે. જે ઘટનાથી અરેરાટી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here