પંચમહાલ જિલ્લામાં સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર યુવાઓને યુથ એવોર્ડની તક

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

જિલ્લાના ૧૫ થી ૨૯ વર્ષના યુવાઓ અરજી કરી શકશે

રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા યુવાઓને પ્રોત્સાહન માટે ગુજરાત રાજ્ય યુથ એવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી છે. પંચમહાલ જીલ્લાના અને ગુજરાતનાં મુળ વતની હોય તેવા યુવાઓએ કે જેમણે ઓછામાં ઓછા પાંચ વર્ષ સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરેલ હોય તેઓ ગુજરાત રાજ્ય યુથ એવોર્ડ માટે અરજી કરી શકે છે. સ્વચ્છ ભારત અભિયાન, જળ બચાવો અભિયાન, પ્રદૂષણ નિયંત્રણ, વૃક્ષારોપણ, બાળ પોષણ અભિયાન, રાજ્ય તેમજ સમાજ સેવા અંગેના બીજા ફલેગશીપ કાર્યક્રમોમાં બિરદાવી શકાય તેવી કામગીરી બદલ ૧૫ થી ૨૯ વર્ષના યુવાનો ગુજરાત રાજ્ય યુથ એવોર્ડ માટે અરજી કરી શકે છે. આ માટે અરજદારે પોતાના બાયોડેટા સાથે ઉત્કૃષ્ઠ કામગીરી અંગેના પુરાવા તથા તે અંગેનાં ફોટોગ્રાફ તારીખ ૧૯/૧૨/૨૦૨૦ના રોજ બપોરના ૧૪:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી પંચમહાલ ગોધરા ખાતે કચેરી સમય દરમ્યાન રૂબરૂ અરજી આપવાની રહેશે. વધુ માહિતી માટે જીલ્લા રમતગમત અધિકારીની કચેરી, જીલ્લા સેવા સદન ભાગ-૨, પ્રથમ માળ, ગોધરા કચેરી સમય દરમ્યાન સંપર્ક કરવાનો રહેશે તેમ આ અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here