રાજપીપલાની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ખાતે ૯ મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે બે આઈકોનિક સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઇનરેકા સંસ્થાન – દેડીયાપાડાની પસંદગી કરવામાં આવી હતી. તેને સમાંતર તાલુકા, નગરપાલિકા કક્ષાએ અને શાળા – કોલેજોમાં પણ વિશ્વ યોગ દિવસની જિલ્લાભરમાં ઉજવણી કરવામાં આવી હતી.
દેશની એકમાત્ર બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી-રાજપીપળા સંચાલિત સ્કૂલ ઓફ આર્ટ્સ, સ્કૂલ ઓફ કોમર્સ અને સ્કૂલ ઓફ સાયન્સના રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” થીમ અંતર્ગત ૨૧મી જૂન, ૨૦૨૩ને બુધવારના રોજ “વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કુલપતિ ડૉ. મધુકર એસ. પાડવી, રજીસ્ટ્રાર ડૉ. વિજયસિંહ વાળા, યોગાચાર્ય ડૉ. મિતેશકુમાર વાઘ અને ત્રણેય વિદ્યાશાખાના કો-ઓર્ડીનેટરશ્રીઓ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ ઉત્સાહપૂર્વક ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર અને સ્કૂલ ઓફ સાયન્સના કો-ઓર્ડીનેટર ડૉ. દેવેન્દ્રકુમાર સોલંકીએ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here