રાજકોટની રોજર મોટર્સ કંપનીએ બનાવ્યો અનોખો ડિસ્પોઝેબલ ગ્લાસ…

રાજકોટ,
વિનુ ખેરાળીયા

જ્યારે વિશ્વ આખામાં કોરોનાની મહામારી ચાલી રહી છે.અને કોરોનાના સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા અનેક પ્રકારના પગલા લેવામાં આવ્યા છે. અને જ્યારે સરકાર દ્વારા જાહેરમાં થૂંકનારાઓ સામે દંડની જોગવાઈ કરી છે.જ્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વ્યસનના બંધાણીઓ છે. અને તેવો પાન મસાલા ખાઈને થૂંકવાની ટેવ ધરાવતા હોઈ છે. ત્યારે આવા લોકો માટે ખાસ એક ડિસ્પોઝેબલ ગ્લાસ બનાવવામાં આવ્યો છે. રાજકોટની એક કંપની રોજર મોટર્સ દ્વારા એક ખાસ પ્રકારનો ડિસ્પોઝેબલ ગ્લાસ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે રાજકોટમાં અવનવા અત્યાધુનિક મશીનો બનાવવા માટે આગવું નામ ધરાવે છે. જેથી થોડા દિવસ પહેલા રાજકોટના જ્યોતિ CNC કંપની દ્વારા ધમણ વેન્ટિલેટર મશીન બનાવવામાં આવ્યા હતા.અને રોજર મોટર્સના એમડી ક્રિપાલસિંહના જણાવ્યા મુજબ આ ગ્લાસના નીચેના ભાગમાં ખાસ પ્રકારનું કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.અને જ્યારે આ ગ્લાસમાં કોઈ પણ પ્રવાહી નાખવામાં આવે તો તે જામી જાય છે, એટલે કે ,જો પાન માવાના બંધાણીઓ હવે જ્યાં ત્યાં થુક્વાને બદલે આ ગ્લાસ સાથે રાખે અને તેમાં જ થૂંકવાનું રાખે તો તે દંડથી બચી શકે છે.અને જ્યારે આ ગ્લાસમાં 100થી વધુ વખત થુંક્યા બાદ આ ગ્લાસ ફૂલ થાય છે. અને ગ્લાસની એ પણ ખાસિયત છે કે, જ્યારે વારંવાર થુકવાથી ગ્લાસ માંથી કોઈ પણ પ્રકારની દુર્ગંધ નથી આવતી કે કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા પણ નથી થતા. ગ્લાસની અંદર સોડીયમ બેઝ કેમિકલથી પ્રવાહીને તરત જ જમાવી દે છે અને બેક્ટેરિયાનો પણ નાશ કરી દે છે. અને બીજી બાજુ આ ગ્લાસની કિંમત પણ ૩૦ રૂપિયા હોવાથી સૌ કોઈ લોકો ગ્લાસ સરળતાથી ખરીદી કરી શકે છે.તેમજ હાલ જે રીતે કોરોનાની મહામારી ચાલી રહી છે તેવા સમયે રોજર મોટર્સ દ્વારા આ પ્રકારનો ખાસ ગ્લાસ તૈયાર કરવામાં આવ્યો છે, આગામી સમયમાં કંપની આ ગ્લાસ વિષે સરકારને પણ માહિતગાર કરશે અને સ્વચ્છ ભારત મિશનમાં જો આ ગ્લાસ ઉપયોગ કરી શકાઈ તેવી પણ રજૂઆત કરશે, તો સાથે જ સ્થાનિક તંત્રને પણ ગ્લાસ વિષે માહિતગાર કરી પાનના ગલ્લે અથવા અન્ય દુકાનોમાં ઉપલબ્ધ કરાવવા પણ રજૂઆત કરવામાં આવશે.જ્યારે જાહેરમાં થુકતા લોકો જો ઝડપાઈ તો ૨૦૦ રૂપિયા દંડ ભરવો પડી રહ્યો છે અને આ પ્રકારના ગ્લાસ બાઈક કે કારમા સાથે રાખવાથી પણ થુકવામાં સરળતા રહે છે. તેમજ દંડથી બચી શકાય છે તો હાઇવે પર પણ ચાલુ કારમાંથી થુકવા જતા અકસ્માતના અનેક બનાવો સામે આવતા હોય છે. ત્યારે જો આ ગ્લાસ કારમાં હશે તો બહાર થુક્વાની જરૂર નહિ રહે અને અકસ્માતથી પણ બચી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here