નર્મદા : રાજપીપળા નગરમાં ભરઉનાળે પાણીની રાહ જોતા નગરજનો….

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નગરના કસ્બાવાડ વિસ્તારમાં ચાતક પક્ષીની જેમ નળમાથી પાણી ટપકવાની રાહ જોતી વૃધ્ધા કેમેરામા કંડારાયા….!!!!

પાણી વેરો વધારવાના ચક્રો ગતિમાન કરનાર રાજપીપળા નગરપાલિકાના સત્તા વિપક્ષ માટે શરમજનક તસ્વીર

રાજપીપળા નગરપાલિકા દ્વારા પાણી વેરા સહિત અન્ય વેરા વધારો ઝીંકવાના ચક્રો ગતિમાન કરાયા છે,ત્યારે નગરપાલિકા સામે વિરોધના સુર ઉઠી રહ્યો છે.

નગરમા કેટલાય વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યા છે,લોકોનુ તો ત્યા સુધી કહેવું છે કે પુરતા પ્રમાણમાં પાણીનો પૂરવઠો જો મળી રહે તો તો પાણીનો વેરો આપવામાં અમને કોઈજ વાંધો નથી. નગરના બાવાગોર ટેકરી, સોનીવાડ, કસબાવાડ સહિતના કેટલાંય વિસ્તારમાં પાણીની ખુબ ગંભીર સમસ્યા છે, અને કસબાવાડ વિસ્તારમાંમા માંડ એક માટલુય પાણી આવતું નથી…અને જો ભૂલમાં અઆવી જાય તો ડહોળુ પાણી આવે.

કસબાવાડ મહોલ્લા માજ એક વૃધ્ધા ચાતક પક્ષીની જેમ પાણીની રાહ જોતા કેમેરા મા કંડારાઇ છે, આ તસવીર જ સરકારની બંધ આંખોની પટ્ટી ખોલવા શુ પુરતી નથીં ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here