રસી લીધાબાદ હું સંપૂર્ણપણે સ્વસ્થ છું, રસી લેવાથી કોઇપણ પ્રકારની આડઅસર થતી નથી ; જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ

નર્મદા જિલ્લાના આઇ.સી.ડી.એસ વિભાગ સાથે સંકળાયેલ ૧૨૭૭ જેટલાં કર્મીઓએ આજદિન સુધી કોવિડ-૧૯ વેક્શીન રસીનો લીધો લાભ

દેશવ્યાપી કોરોના વિરોધી રસીકરણના ભાગરૂપે નર્મદા જિલ્લામાં હેલ્થ કેર વર્કરનું પ્રથમ તબક્કામાં રસીકરણ પૂર્ણ થયા બાદ ફ્રન્ટ લાઇન વર્કરોને બીજા તબક્કાના ચાલી રહેલા કોરોના વેક્શીનેશનમાં ગઇકાલે રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આઇસીડીએસ વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલ, આઇસીડીએસ વિભાગના-૧૧ જેટલાં અધિકારીશ્રીઓ/કર્મચારીઓ સહિત જિલ્લાની આંગણવાડી વર્કર બહેનો, આંગણવાડી હેલ્પર બહેનોએ કોવિડ-૧૯ વેક્શીનેશનનો લાભ લીધો હતો.

આ પ્રસંગે આઇસીડીએસ વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલે પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં નર્મદા જિલ્લાના આઇ.સી.ડી.એસ વિભાગ સાથે સંકળાયેલ કુલ-૧૨૭૭ જેટલાં કર્મીઓએ આજદિન સુધી કોવિડ-૧૯ વેક્શીન રસીનો લાભ લીધો છે. કોવિડ-૧૯ ની રસી મે પણ લીધી છે. રસી લીધા બાદ હું સંપૂર્ણપણે સ્વસ્થ છું. રસી લેવાથી કોઇપણ પ્રકારની આડઅસર થતી નથી. અફવાઓથી ગભરાયા વિના રસી લઇને પોતાને અને પરિવારને સુરક્ષિત રાખીએ. કોરોના સામેની લડતમાં અને કોરોનાની ચેઇનને બ્રેક કરવા માટે પોતાનો વારો આવે ત્યારે અવશ્ય કોવિડ વેક્શીન લેવા સહુ કોઇ લાભાર્થીઓને રસી લેવાની જાહેર અપીલ કરાઇ છે.

કોવિડ-૧૯ વેક્શીનેશની રસી લીધા બાદ પણ માસ્ક પહેરવાં, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાં અને સેનીટાઇઝેશન કરવાંની કાળજી રાખવા તેમણે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here