મતદારયાદીમાં યુનિક મોબાઇલ નંબર ધરાવતા નવા નોંધાયેલા મતદારો ઇ-એપિક કાર્ડ ડાઉનલોડ કરી શકશે : મહત્તમ લાભ લેવા જાહેર અનુરોધ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ

ઇન્ચાર્જ નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર જિલ્લાના યુનિક મોબાઇલ નંબર ધરાવતા નવા મતદારો તેમના e-EPIC કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તા.૨૫/૦૧/૨૦૨૧ ના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી નિમિત્તે ભારતીય ચૂંટણી પંચ દ્વારા e-EPIC (Electronic Electoral Photo Identity Card) લોન્ચ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૧ (SSR-2021) દરમિયાન યાદીમાં યુનિક મોબાઇલ નંબર ધરાવતા નવા નોંધાયેલા મતદારો ઇ-એપિક ડાઉનલોડ કરી શકશે.આ ઇલેક્ટ્રોનિક ચૂંટણી કાર્ડને ડાઉનલોડ કરી ડિજીટલ સાચવી શકાશે. ઇ-એપિક કાર્ડ ડાઉનલોડ કરવા માટે https://nvsp.in,https://voterportal.eci.gov.in, Voter Helpline Mobile Application (Andoid/iOS) એપ્લીકેશનનો ઉપયોગ કરી શકાશે. જિલ્લાના મતદારોને ચૂંટણી પંચ દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ આ સુવિધાનો મહત્તમ લાભ લેવા ઇન્ચાર્જ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એચ.કે.વ્યાસ તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here