યુવાનની હત્યામાં આરોપીઓને આજીવન કેદની સજાનો હુકમ કરતી બોડેલી એડિશનલ કોર્ટ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખોડીયા અને પાણેજ ગામની સીમમાં કિશન સુરેશ તડવી જે તાંદલજા બોડેલી ખાતે રહેતા હતા તેને મારવાનો પ્લાન સાત શખ્સોએ બનાવ્યું હતું જેમાં હિતેશના તળબદા પ્રકાશભાઈ સનાભાઇ તળબદા સના ભૂરા તળબદા ઈશ્વર મોતી તળબદા યુવરાજ મહેન્દ્રસિંહ ડોડીયા ભદ્રેશ ચંદુભાઈ તળબદા કોળી અને દિપક અરજી કોળી નામના સામેલ હતા જેથી કિશન સુરેશ તડવીના મિત્ર મિહિર શૈલેષ તડવી રહે તાંદલજા બળજબરીપૂર્વક કિશન નું સાસરીમાં મકાન બતાવવા માટે સાથે લઈ જઈ કિશન તડવીને તેની સાસરી ભાણદ્યા ગામેથી તેમની તવેરા ગાડીમાં નાખી લાવી અપહરણ કરી કિશનને કહ્યું હતું તારા મામા અરવિંદભાઈ ની છોકરી કાજલ સાથે પ્રેમ કર્યો તો વચ્ચે કેમ પડે છે તેમ કહીને પ્રકાશ એ ગુપ્તી જેવા હથિયાર વડે કિશન તડવીના માથામાં તેમજ ગાલ ઉપર મારી ઇજાઓ કરી પાનેજ અને ખોડિયા વચ્ચે બોલાવીને ઇશ્વરભાઇ યુવરાજભાઈ કિશનને માર મારતા હતા શૈલેષ તડવીએ ફરસી વડે માથામાં ભાગે ગાલપર ઘા કરતાં ભારી ગંભીર ઇજાઓ થતા મારમારતા મૃત્યુ નીપજયો હતો અને તેની લાશને કેનાલમાં નાખી દીધી હતી અને આ અંગે તેનો કેસ બોડેલી એડિશનલ સેશન્સ કોર્ટ માં ચાલી જતા ન્યાયાધીશ જે ટી શાહ અને સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમાર ની દલીલો ગ્રાહ્ય રાખીને પાંચ આરોપી પ્રકાશ શના હિતેશ શના યુવરાજ ડોડીયા દિલીપ તળબદા સનાભાઇ તળબદા આ પાંચ શખ્સોને આજીવન કેદ સજા નું હુકમ સાથે કુલ ૩૫ હજાર રૂપિયાનો દંડ પણ વસૂલ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here